JNUનો વિદ્યાર્થી શરજીલ ઇમામની બિહારથી ધરપકડ

29 January, 2020 02:55 PM IST  |  New Delhi/Patna

JNUનો વિદ્યાર્થી શરજીલ ઇમામની બિહારથી ધરપકડ

શરજીલ ઇમામ

દેશના ટુકડાઓ કરવાનું વિવાદાસ્પદ ભાષણ આપ્યા બાદ અન્ડરગ્રાઉન્ડ થઈ ગયેલા જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી શરજીલ ઇમામને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. આસામને ભારતથી અલગ કરવાના ભડકાઉ નિવેદન આપ્યા બાદ શરજીલ ચર્ચામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે શરજીલને પોલીસે બિહારના જહાનાબાદથી ઝડપ્યો છે. આ પહેલાં તેના ભાઈની પણ પોલીસે ધરપકડ કરી હતી.

દિલ્હી પોલીસે મંગળવારના દાવો કર્યો હતો કે શરજીલ જલદીથી મળી જશે. તેની તપાસ માટે બનેલી પાંચ ટીમોએ મુંબઈ, દિલ્હી, પટનાના અનેક વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. દિલ્હી પોલીસના એક ઑફિસરે સોમવાર રાત્રે કહ્યું હતું કે તે પોલીસના રડારથી ગાયબ થઈ ચૂક્યો છે. ચિંતા છે કે નેપાલ ન જતો રહ્યો હોય. નેપાળ જતો રહ્યો તો તેને ભારત લાવવા માટે ઘણા પાપડ વણવા પડી શકે છે, કેમકે તમામ કાયદાકીય અડચણોનો સામનો કરવો પડશે.’

આ પણ વાંચો : 10-12 દિવસમાં જ પાકિસ્તાનને મસળી નાખીશું: નરેન્દ્ર મોદી

શરજીલનો પરિવાર મૂળ રીતે બિહારના જહાનાબાદ જિલ્લાના કાકોનો રહેવાસી છે. શરજીલના પિતા અકબર ઇમામ જેડીયુ નેતા હતા. કેટલાક સમય પહેલાં તેમનું લાંબી બીમારી બાદ નિધન થઈ ચૂક્યું છે. સીએમ નીતિશકુમારનાં નજીકના અકબર ઇમામે વર્ષ ૨૦૦૫માં જહાનાબાદ સીટથી જેડીયુની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડી હતી, જેડીયુની ગઠબંધન સહયોગી હોવાના નાતે તે ચૂંટણીમાં તેમને બીજેપીનો સાથ મળ્યો હતો. જોકે આરજેડીના ઉમેદવાર સચ્ચિદાનંદ રાય સામે ૩૦૦૦ વોટોથી ચૂંટણી હારી ગયા હતા.

bihar jawaharlal nehru university national news patna