કૉંગ્રેસને ઝટકો, PM મોદીનાં માતાનો AI વીડિયો તરત ખસેડવાનો પટના HCએ આપ્યો નિર્દેશ

17 September, 2025 01:36 PM IST  |  Patna | Gujarati Mid-day Online Correspondent

કૉંગ્રસે પીએમ મોદી અને તેમની માતાનાં AI વીડિયો મામલે સુનાવણી કરતાં પટના હાઇકોર્ટે કડક વલણ સ્વીકાર્યું છે. કોર્ટે કૉંગ્રેસને તત્કાલ પ્રભાવથી આ વીડિયો ખસેડવાના નિર્દેશ આપ્યા છે.

ફાઈલ તસવીર

કૉંગ્રસે પીએમ મોદી અને તેમની માતાનાં AI વીડિયો મામલે સુનાવણી કરતાં પટના હાઇકોર્ટે કડક વલણ સ્વીકાર્યું છે. કોર્ટે કૉંગ્રેસને તત્કાલ પ્રભાવથી આ વીડિયો ખસેડવાના નિર્દેશ આપ્યા છે.

પટના હાઇ કોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ પી.બી. બાજંતરીની કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે નિર્દેશ જારી કર્યા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનાં દિવંગત માતા હીરાબેન મોદીને અપમાનિત કરનારો આ વીડિયો તત્કાલ પ્રભાવથી દરેક સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ પરથી ખસેડી લેવામાં આવે.

હકીકતમાં, 10 સપ્ટેમ્બરના રોજ, બિહાર કૉંગ્રેસના સત્તાવાર X હેન્ડલ પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં પીએમ મોદીની માતાનું સ્વપ્નમાં AI-આધારિત ચિત્રણ દર્શાવવામાં આવ્યું છે.

વીડિયોમાં, સ્વર્ગસ્થ હીરાબેન મોદીનું પાત્ર તેમના પુત્રને રાજકીય લાભ માટે તેમના નામનો દુરુપયોગ કરવા બદલ ઠપકો આપતા જોવા મળે છે. એક દ્રશ્યમાં, પીએમ મોદી જેવો દેખાતો એક વ્યક્તિ પથારીમાં સૂઈને કહે છે, "આજની મત ચોરી થઈ ગઈ છે, હવે શાંતિથી સૂઈ જાઉં." પછી, તેમનાં માતા તેમના સ્વપ્નમાં દેખાય છે અને તેમને સલાહ આપે છે. વીડિયોને AI-જનરેટેડ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો હતો, પરંતુ ભાજપે તેને ઘૃણાસ્પદ અને માતાનું અપમાન ગણાવ્યું હતું અને વીડિયો સામે પટના હાઈકોર્ટમાં અરજી કરી હતી.

ભાજપે FIR દાખલ કરી
ફરિયાદમાં, ભાજપે દાવો કર્યો હતો કે આ વીડિયો માત્ર વડા પ્રધાનની છબીને જ ખરાબ કરતો નથી પરંતુ મહિલાઓના ગૌરવનું પણ ઉલ્લંઘન કરે છે. દિલ્હી પોલીસે 13 સપ્ટેમ્બરના રોજ ભાજપના કાર્યકર સંકેત ગુપ્તાની ફરિયાદના આધારે FIR નોંધી હતી, જેમાં ભારતીય દંડ સંહિતાની અનેક કલમો હેઠળ કૉંગ્રેસના નેતાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

FIRમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે વીડિયો પીએમ નરેન્દ્ર મોદી અને તેમની માતાને બદનામ કરે છે.

કૉંગ્રેસે પોતાનો બચાવ કર્યો
કૉંગ્રેસ પાર્ટીએ વીડિયોનો બચાવ કર્યો. પાર્ટીના મીડિયા ચીફ પવન ખેરાએ કહ્યું, "આ વીડિયો કોઈનું અપમાન કરતો નથી. માતા ફક્ત પોતાના બાળકને રાજધર્મના સિદ્ધાંતો શીખવી રહી છે. જો પીએમને આ અપમાનજનક લાગે છે, તો તે તેમની સમસ્યા છે."

ખેરાએ ઉમેર્યું કે વીડિયોમાં કોઈ અપમાન નથી અને ભાજપ તેનો ઉપયોગ સહાનુભૂતિ મેળવવા માટે કરી રહી છે. બિહાર કૉંગ્રેસે આ વીડિયો શૅર કરવા માટે કોણ જવાબદાર છે તે નક્કી કરવા માટે આંતરિક તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, બિહાર કૉંગ્રેસ  (Bihar Congress) દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) દિવંગત માતા હીરાબેન પર બનાવવામાં આવેલા એક એઆઈ વીડિયો પર વિવાદ છેડાયો હતો. બીજેપીએ (Bharatiya Janata Party) કૉંગ્રેસ (Congress) પર પીએમ મોદીના માતાનું અપમાન કરવાનો આરોપ મૂક્યો હતો, અને આને મહિલાઓ તેમજ માતૃશક્તિનું અપમાન પણ ગણાવ્યું હતું.

bihar congress patna bharatiya janata party narendra modi national news