નીતીશ કુમારનો સનકી ફૅન:મુખ્ય પ્રધાન બનતાં જ પોતાની ચોથી આંગળી કાપી નાખી

25 November, 2020 02:38 PM IST  |  Patna | Agency

નીતીશ કુમારનો સનકી ફૅન:મુખ્ય પ્રધાન બનતાં જ પોતાની ચોથી આંગળી કાપી નાખી

નીતીશ કુમારનો સનકી ફૅન

તમે કેટલીયે વખત સાંભળ્યું હશે કે ફલાણા હીરો માટે તેમના ફૅને કંઈક એવું કરી દીધું જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. શું તમે જાણો છે કે બિહારના મુખ્ય પ્રધાનનો ફૅન ખુદ ‘અંગુલિમાલ’ છે. ચોંકશો નહીં, આ ‘અંગુલિમાલ’એ ડાકુ નથી, જેમનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથો સુધ્ધાંમાં છે.

મુખ્ય પ્રધાન નીતીશ કુમારના ફૅન ‘અંગુલિમાલ’ની ચર્ચા અમસ્તી થઈ રહી નથી. છેલ્લા ત્રણ વખતથી તેઓ નીતીશ કુમારની દરેક જીત પર એક બલિ ચઢાવી રહ્યા છે. આ વખતે પણ મુખ્ય પ્રધાનપદના શપથ લેતાં જ ‘અંગુલિમાલ’એ ચોથી બલિ પણ ચડાવી દીધી, પરંતુ બીજા કોઈની આંગળીઓની નહીં, પરંતુ ખુદની આંગળીની. જી હા, તમે એકદમ સાચું વાચી રહ્યા છો. ૧૬ નવેમ્બરે નીતીશ કુમારે મુખ્ય પ્રધાનપદના શપથ લેતાં જ તેમના આ સમર્થકે પોતાના હાથની ચોથી આંગળી કાપીને ભગવાન ગૌરેયા બાબાને ચઢાવી દીધી.

બિહારના જહાનબાદ જિલ્લાના બ્લોક ઘોસીનું વૈના ગામ. અહીં નીતીશ કુમારનો ‘અંગુલિમાલ’ રહે છે. તેમની ઉંમર ૪૫ વર્ષની છે અને તેમનું નામ અનિલ શર્મા ઉર્ફે અલી બાબા જ નીતીશના અંગુલિમાલ છે.

જહાનાબાદ જિલ્લાના અનિલ શર્મા ઉર્ફે અલી બાબાએ ૨૦૦૫માં પોતાની પહેલી આંગળી કાપીને ગૌરૈયા બાબાને ચઢાવી દીધી હતી. આ એ વર્ષ હતું જ્યારે નીતીશ કુમારે બહુમતીની સાથે બિહારમાં એનડીએની પહેલી સરકાર બનાવી હતી. ૨૦૧૦માં અનિલે નીતીશની જીત પર પોતાના હાથની બીજી આંગળી કાપી દીધી. ત્યાર બાદ ૨૦૧૫માં નીતીશે જ્યારે મહાગઠબંધનની સાથે સરકાર બનાવી ત્યારે પણ અનિલ શર્માએ પોતાની બીજી એક આંગળી એટલે કે ત્રીજી આંગળી કાપીને ગૌરૈયા બાબાને સમર્પિત કરી દીધી હતી. ત્યાર બાદ આ ૧૬ નવેમ્બરે પણ અનિલે આમ જ કર્યું. 

national news nitish kumar patna bihar