દુર્ગા પૂજા વેળાના ગોળીબારનો વિવાદ...

30 October, 2020 02:01 PM IST  |  Patna | Gujarati Mid-day Correspondent

દુર્ગા પૂજા વેળાના ગોળીબારનો વિવાદ...

પ્રતીકાત્મક તસવીર

બિહારના મુંગેર જિલ્લામાં દુર્ગા પૂજાની પૂર્ણાહુતિ વેળા મૂર્તિ વિસર્જન દરમ્યાન ગોળીબારની ઘટના બાબતે લોકલાગણીને માન આપીને ચૂંટણી પંચે આપેલા આદેશના અનુસંધાનમાં જિલ્લાના કલેક્ટર રાજેશ મીણા અને સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ (એસ.પી.) લિપિ સિંહને હટાવવામાં આવ્યાં છે. 27 ઑક્ટોબરની રાતે પોલીસ અને સ્થાનિક લોકોની અથડામણ દરમ્યાન ગોળીબારમાં એક જણનું મોત થયું હતું. એ હિંસામાં છ સ્થાનિક લોકો અને ત્રણ પોલીસ જવાનો ઘાયલ થયા હતા. લિપિ સિંહ જનતા દળ (યુનાઇટેડ)નાં સંસદ સભ્ય આર.સી.પી. સિંહની દીકરી છે.

એ ઘટનાના અનુસંધાનમાં સ્થાનિક યુવાનોએ ઉપરોક્ત બન્ને અધિકારીઓને હટાવવાની માગણી કરી હતી. હવે આઇએએસ અમલદાર રચના નિગમને મુંગેર જિલ્લાનાં કલેક્ટર તરીકે તથા આઇપીએસ અમલદાર માનવજિતસિંહ ઢિલ્લોંને એસ.પી.ના હોદ્દાના અખત્યાર સોંપવામાં આવ્યા છે.

national news patna bihar durga puja