સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરનારાઓને નહીં મળે સરકારી નોકરી: નીતીશ કુમાર

04 February, 2021 09:20 AM IST  |  Patna | Agency

સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરનારાઓને નહીં મળે સરકારી નોકરી: નીતીશ કુમાર

નીતીશ કુમાર

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારના એક વિચિત્ર આદેશથી ભારે વિવાદ સર્જાયો છે. નીતીશ કુમારના આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ રાજ્યમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરશે તો પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ આચરણ પ્રમાણપત્રમાં ગંભીર નોંધ કરવામાં આવશે, જેનો અર્થ થાય છે કે બિહાર સરકાર વિરુદ્ધ વિરોધ-પ્રદર્શન કરનારાઓને સરકારી નોકરી નહીં મળે.

બિહાર પોલીસના નવા ફરમાન પ્રમાણે જો કોઈ વ્યક્તિ કોઈ વિધિ વ્યવસ્થાની સ્થિતિ, વિરોધ પ્રદર્શન, રસ્તા જૅમ કરવા વગેરે કેસમાં સામેલ થઈને કોઈ પણ પ્રકારના અપરાધિક કૃત્યમાં સામેલ થાય અને તેને આ કામ માટે પોલીસ દ્વાર આરોપ પત્ર પાઠવવામાં આવે તો એ સંબંધે વ્યક્તિના ચારિત્ર સત્યાપન પ્રતિવેદનમાં વિશિષ્ઠ અને સ્પષ્ટરૂપે વ્યાખ્યા કરવામાં આવે. આ વ્યક્તિએ ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.

national news nitish kumar new delhi patna