તપાસ વગર આવતાં વિદેશ યાત્રીઓ કોરોના પૉઝિટીવ, તાવ છતાં આવે છે પ્લેનમાં

23 July, 2020 10:40 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

તપાસ વગર આવતાં વિદેશ યાત્રીઓ કોરોના પૉઝિટીવ, તાવ છતાં આવે છે પ્લેનમાં

પ્રતીકાત્મક તસવીર

વિદેશમાંથી વંદે ભારત મિશન હેઠળ ભારત લાવવામાં આવતાં લોકોમાંથી કેટલાક લોકો દેશમાં આવતાં જો કોરોના પૉઝિટીવ આવે છે. આથી પ્રવાસ દરમિયાન સાવચેતી અને તપાસની તૈયારીઓ અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તો, સહપ્રવાસીઓને પણ પોતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા વધી ગઈ છે.

રિયાદમાંતી 14 તારીખે દેશમાં આવેલા એક વ્યક્તિએ આવતાંની સાથે જ પોતાનો ટેસ્ટ કરાવ્યો તો તે પૉઝિટીવ આવ્યો. સંબંધિચ વ્યક્તિ મોનૂ કુમાર સઉદી અરબના અલ કાસિમ પ્રાંતમાં રહેતો હતો. તે 14 તારીખે રિયાદની ફ્લાઇટથી વાયા દિલ્હી લખનઉ પહોંચ્યો હતો. ત્યાંથી પોતાને ઘેર સંત કબીર નગર ગયો હતો.

મોનૂને ઘણાં દિવસથી સ્વાસ્થ્ય અંગે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો, પણ નોકરી છૂટી જવાને અને વીઝા પૂરો થઈ જવાને કારણે તેણે અલકાસિમમાં સ્થાનિક સ્તરે કોઇપણ હૉસ્પિટલ કે સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવતો નહોતો. પછીથી વિદેશ મંત્રાલયના અધિકારીઓએ તેની મદદ કરી. ભારતીય મિશને તત્કાલ તેની સાથે સંપર્ક કર્યો તેને ભારત લાવવામાં મદદ કરવામાં આવી, પણ આ દરમિયાન કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા રહી ગઈ.

મોનુ કુમારે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે તેને સામાન્ય તાવ જેવું લાગતું હતું. ઍરપોર્ટ પર તાપમાન તપાસવામાં આવ્યું ત્યારે પણ સામાન્ય તાપમાન જ આવ્યું હતું. તેને પ્લેનમાં બેસાડવામાં આવ્યો. તેણે જણાવ્યું કે ઍરપોર્ટ પર જેટલા પણ લોકો આવે છે તેમને લાઇનમાં ઉભા રહેવાનું ગહોય છે. તાપમાન તપાસ્યા પછી તેમને પ્લેનમાં બેસવા માટે મોકલી દેવામાં આવે છે. અન્ય કોઇપણ પ્રકારની તપાસ ન તો પહેલા કે ન તો પછી કરવામાં આવી રહી છે. ઍરપોર્ટ પરથી લોકો પોતાના વાહનોમાં સીધા ઘરે જાય છે. તેને પણ લખનઉં પહોંચ્યા પછી ઘરે જવા દેવામાં આવ્યો. સ્વેચ્છાથી તપાસ કરાવ્યા પછી મોનૂને પણ ખબર પડી કે તે કોરોના પૉઝિટીવ છે. હવે તેને ક્વૉરન્ટાઇન સેન્ટર મોકલવામાં આવ્યો છે.

national news international news coronavirus covid19