પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટાડવાની તૈયારી? 17 જૂને તેલ કંપનીઓ સાથે મુખ્ય બેઠક

15 June, 2021 06:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Petrol Diesel Meeting: પેટ્રોલ-ડિઝલની બેલગામ કિંમતોએ સામાન્ય માણસની કમર તોડી દીધી છે. તેલના આસમાને પહોંચેલા ભાવને કારમે દેશમાં મોંઘવારી દર પણ રેકૉર્ડ ઉંચાઇ પર છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

પેટ્રોલ-ડિઝલની બેલગામ કિંમતોએ સામાન્ય માણસની કમર તોડી દીધી છે. તેલના આસમાને પહોંચેલા ભાવને કારમે દેશમાં મોંઘવારી દર પણ રેકૉર્ડ ઉંચાઇ પર છે. સરકાર પણ સ્પષ્ટકા કરી ચૂકી છે કે તે પેટ્રોલ ડિઝલના વધતા ભાવને લઈને કંઇ નથી કરી શકતી, કારણકે આ સંપૂર્ણ રીતે ગ્લોબલ માર્કેટને હવાલે છે. એટલે કે, જે રીતે વિશ્વમાં કાચ્ચો માલ ઘટશે તેમ પેટ્રોલ અને ડિઝલના ભાવ પણ ઘટશે અને વધશે અને કાચ્ચો તેલ સતત મોંઘો થઈ રહ્યો છે.

પેટ્રોલ-ડિઝલની વધતી કિંમતો પર બેઠક
આ દરમિયાન ઇંધણની કિંમતો ઘટાડવાની પણ તૈયારી શરૂ થઈ ગઈ છે. પાર્લિયામેન્ટ્રી સ્ટેન્ડિંગ કમિટીએ પેટ્રોલ-ડિઝલના વધતા ભાવ પર એક મહત્વની બેઠક બોલાવી છે, આ બેઠકમાં પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓની સાથે સાથે દેશની સરકારી તેલ કંપનીઓ IOC, BPCL, HPCLના અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે. આ બેઠક આ મહિને 17 જૂનના થવાની છે. બેઠકમાં તેલની વધતી કિંમતોનું કારણ, તેનો ઉકેલ લાવવા પર પણ ચર્ચા કરવામાં આવશે. આ વાત પર પણ વિચાર થશે કે કોઇ રસ્તો છે જેમાં કિંમતો ઘટાડી શકાય કે કોઇપણ રીતે લોકોને થોડીક રાહત આપી શકાય. સ્ટેન્ડિંગ કમિટી તરફથી આ બેઠકમાં પેટ્રોલિયમ પ્રૉડક્ટ્સ, નેચરલ ગેસના હાલના પ્રાઇઝ, માર્કેટિંગ અને સપ્લાને લઈને માહિતી માગવામાં આવશે. આ બેઠકની આગેવાની રમેશ બિધૂડી કરશે.

સરકારે હાથ ઊભા કરી લીધા
તમને જણાવવાનું કે દેશના સાત રાજ્યોમાં હાલ પેટ્રોલના ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરની પાર પહોંચી ગયા છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં તો ડિઝલના પણ ભાવ 100 રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયા છે. એવામાં દેશના પેટ્રોલિયલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું કહેવું છે કે ચિંતાની વાત છે, પણ વિકાસ કાર્યો માટે કેન્દ્ર અને રાજ્ય સરકારને પેટ્રોલ, ડિઝલ પર ટેક્સથી વધારે પૈસાની જરૂર હોય છે. એવામાં એ તો સ્પષ્ટ છે કે સરકાર ઇંધણ પર ટૅક્સમાં ઘટાડો નહીં કરે. પણ સરકાર પેટ્રોલ-ડિઝલને GSTના વિસ્તારમાં લાવવા માટે તૈયાર છે. પહેલા નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને તેના પછી ધર્મેન્દ્ર પ્રધાન પણ કહી ચૂક્યા છે કે રાજ્ય જો ઇચ્છે તો આવું થઈ શકે છે. પણ છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી GSTકાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ-ડિઝલને લઈને કોઇ ચર્ચા અત્યાર સુધી કરવામાં આવી નથી.

કેન્દ્ર અને રાજ્ય સરકાર વસૂલે છે ભારે ટૅક્સ
જણાવવાનું કે પેટ્રોલના ભાવમાં 60 ટકા ભાગ સેન્ટ્રલ એક્સાઇઝ અને રાજ્યોના ટેક્સનો હોય છે, જ્યારે ડિઝલમાં આ 54 ટકા હોય છે. પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી 32.90 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડિઝલ પર 31.80 રૂપિયા પ્રતિ લીટર છે. પેટ્રોલ ડિઝલના ભાવમાં સામાન્ય રીતે રોજ ફેરફાર થાય છે, આ કિંમતો બેન્ચમારક આંતરરાષ્ટ્રીય ક્રૂડ કિંમતો અને ફૉરેન એક્સચેન્જ રેટના આધારે નક્કી થાય છે. એટલે કે સ્પષ્ટ છે કે જ્યાં સુધી કેન્દ્ર અને રાજ્ય સરકાર ટેક્સ નહીં ઘટાડે, સામાન્ય માણસને મોંઘવારીથી રાહત મળવી મુશ્કેલ છે.

national news