સંસદીય સમિતિ સામે હાજર થયા ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએપના અધિકારી

06 March, 2019 03:27 PM IST  |  નવી દિલ્હી

સંસદીય સમિતિ સામે હાજર થયા ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએપના અધિકારી

સંસદીય સમિતિ સામે હાજર થયા ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વૉટ્સએપના અધિકારી

સોશિયલ મીડિયા પર નાગરિકોના અધિકારીરોની સુરક્ષાને લઈને બનેલી સંસદીય સમિતિની સામે બુધવારે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વૉટ્સએપના અધિકારીઓ હાજર થયા. સમિતિ સામે અધિકારીઓએ પોતાનો પક્ષ રાખ્યો. ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરની અધ્યક્ષતા વાળી સમિતિએ આ અધિકારીઓને કહ્યું કે લોકસભા ચૂંટણી, રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોના ડેટાની રક્ષા કરવી સરકારની સૌથી મોટી પ્રાથમિકતા છે. એટલે જ 10 દિવસોમાં આ મુદ્દા પર ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, વૉટ્સએપ પોતાનો સ્પષ્ટ અને લેખિત જવાબ આપે.

સંસદીય સમિતિ સામે રજૂ થયા ત્યારે ફેસબુકના ગ્લોબલ પૉલિસી હેડએ આતંકવાદ અને પુલવામા હુમલા મામલે પોતાના  કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી મામલે સંસદીય સમિતિ પાસેથી માફી માંગી. મહત્વનું છે કે પુલવામા આતંકી હુમલાને લઈને ફેસબુકના કર્મચારીએ આપત્તિજનક ટિપ્પણી કરી હતી.

આ પણ વાંચોઃ Google, Amazon અને Facebook યૂઝર્સના ડેટાને સુરક્ષિત રાખવા માટે લઈ રહ્યા છે આ પગલા

લોકસભા ચૂંટણી, રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોના ડેટાની રક્ષા મામલે સંસદીય સમિતિએ ટ્વિટરના અધિકારીઓને પણ તેડું મોકલ્યું હતું અને સવાલ-જવાબ કર્યા હતા.

facebook anurag thakur