પીપીપી મૉડલના આધારે સંસદે પાંચ નવી IIIT શરૂ કરવા આપી લીલી ઝંડી

23 September, 2020 11:08 AM IST  |  New Delhi | Agency

પીપીપી મૉડલના આધારે સંસદે પાંચ નવી IIIT શરૂ કરવા આપી લીલી ઝંડી

પાર્લામેન્ટ

કોરોનાને લીધે એજ્યુકેશન ઇન્ડસ્ટ્રી બ્લૅક બોર્ડથી લૅપટૉપ અને સ્માર્ટ ફોનમાં આવી ગઈ છે એવામાં હાયર એજ્યુકેશનના સંદર્ભમાં ગઈ કાલે સંસદમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ હેઠળ સુરત, ભોપાલ, ભાગલપુર, અગરતલા અને રાયચુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી (આઇઆઇઆઇટી) શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ૨૦૨૦ની ૨૦ માર્ચે લોકસભામાં ધી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નૉલૉજી લૉઝ (અમેન્ડમેન્ટ) બિલ, 2020ને મંજૂર કરવામાં આવ્યું હતું. ઉપરી સંસદમાં આ બિલને સોમવારે રજૂ કરવામાં આવ્યું હતું. હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મિનિસ્ટર રમેશ પોખરિયાલ નિશાંકના જણાવ્યા પ્રમાણે દેશમાં કુલ ૨૫ આઇઆઇટી છે જેમાંથી પાંચ સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત છે જ્યારે ૧૫ આઇઆઇઆઇટી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ ચલાવવામાં આવી રહી છે. આ નવી ઇન્સ્ટિટ્યુટ વિદ્યાર્થીઓને ડિપ્લોમા, બૅચલર્સ અને માસ્ટર્સ ડિગ્રી તેમ જ પીએચડીની પદવી આપી શકશે. 

national news new delhi narendra modi