નોકરીમાં પ્રમોશનમાં એસી-એસટીને અનામતનું બિલ રાજ્યસભામાં પાસ

18 December, 2012 06:13 AM IST  | 

નોકરીમાં પ્રમોશનમાં એસી-એસટીને અનામતનું બિલ રાજ્યસભામાં પાસ


સમાજવાદી પાર્ટીના જોરદાર વિરોધ છતાં પણ ગઈ કાલે આ બિલ પર વોટિંગ થયું હતું, જેમાં ૨૦૬ સભ્યોએ બિલની તરફેણમાં જ્યારે માત્ર ૧૦ સભ્યોએ તેના વિરુદ્ધ મતદાન કર્યું હતું. બીએસપી આ બિલની જોરદાર તરફેણ કરી રહી છે જ્યારે સમાજવાદી પાર્ટી બિલનો વિરોધ કરી રહી છે. યુપીએ સરકારને બહારથી ટેકો આપી રહેલી સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવે બિલ પર વોટિંગ થશે તો સરકારને ટેકો પાછો ખેંચી લેવાની ધમકી પણ આપી હતી.

ગઈ કાલે લોકસભામાં સમાજવાદી પાર્ટીના સભ્યોએ પ્રમોશનમાં અનામતના બિલના વિરોધમાં ભારે હંગામો મચાવ્યો હતો. બેઠક શરૂ થતાંની સાથે જ સમાજવાદી પાર્ટીના સભ્યો વેલમાં ધસી આવીને બિલ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા. સંસદીય બાબતોના પ્રધાન કમલનાથે નારાજ સભ્યોને સમજાવવાનો અનેક પ્રયાસ કર્યા છતાં હોબાળો ચાલુ રહ્યો હતો બાદમાં સ્પીકર મીરાકુમારને ગૃહની બેઠક મોકૂફ રાખવી પડી હતી.

એસસી = શેડ્યુલ કાસ્ટ

એસટી = શેડ્યુલ ટ્રાઇબ