28 July, 2025 01:41 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
સંસદમાં રજૂ કરાયેલા અનેક દસ્તાવેજોના વિશ્લેષણ મુજબ ૧૩ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશના ૬૩ જિલ્લાઓની આંગણવાડીઓમાં નોંધાયેલાં ૫૦ ટકાથી વધુ બાળકો કુપોષિત છે, જેમાં ઉત્તર પ્રદેશના ૩૪ જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે. આ વિશ્લેષણમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે ૧૯૯ જિલ્લાઓમાં કુપોષિતતાનું સ્તર ૩૦થી ૪૦ ટકાની વચ્ચે નોંધાયું છે.
કેટલાક સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં મહારાષ્ટ્રમાં નંદુરબાર (૬૮.૧૨ ટકા), ઝારખંડમાં પશ્ચિમ સિંહભૂમ (૬૬.૨૭ ટકા), ઉત્તર પ્રદેશમાં ચિત્રકૂટ (૫૯.૪૮ ટકા), મધ્ય પ્રદેશમાં શિવપુરી (૫૮.૨૦ ટકા) અને આસામમાં બોંગાઇગાંવ (૫૪.૭૬ ટકા)નો સમાવેશ થાય છે.
ઉત્તર પ્રદેશના ૩૪ જિલ્લાઓમાં ૫૦ ટકાથી વધુ સ્ટન્ટિંગ સ્તર છે અને આ યાદીમાં ટોચ પર છે. ત્યાર બાદ મધ્ય પ્રદેશ, ઝારખંડ, બિહાર અને આસામનો નંબર આવે છે.