સંસદ પરિસર પર થયેલા આતંકવાદી હુમલાની ૨૪મી વરસી પર શહીદોને શ્રદ્ધાંજલિ

14 December, 2025 09:58 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

શહીદોની વીરતાને સન્માન આપવા બે મિનિટ મૌન પાળ્યું હતું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને પુષ્પાંજલિ આપી હતી

૨૦૦૧ની ૧૩ ડિસેમ્બરે પાર્લમેન્ટના પરિસરમાં આતંકવાદી અટૅક થયો હતો એ ઘટનાને ગઈ કાલે ૨૪ વર્ષ પૂરાં થયાં. આ હુમલામાં સંસદની સુરક્ષા કરતા ૯ જવાનો શહીદ થયા હતા. ગઈ કાલે આ ઘટનાની ૨૪મી વરસી પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદોને પુષ્પાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભાના અધ્યક્ષ અને તમામ સંસદસભ્યો પણ હાજર રહ્યા હતા. શહીદોની વીરતાને સન્માન આપવા બે મિનિટ મૌન પાળ્યું હતું અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF)ના જવાનોએ સલામી આપી હતી. 

national news india narendra modi parliament indian government