ભારતીય સરહદમાં ઘૂસ્યુ પાક.નું ડ્રોન,સંવેદનશીલ વિસ્તારોની કરી રેકી

21 August, 2019 12:41 PM IST  |  શ્રીનગર

ભારતીય સરહદમાં ઘૂસ્યુ પાક.નું ડ્રોન,સંવેદનશીલ વિસ્તારોની કરી રેકી

જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ હવે ધીમે ધીમે સામાન્ય થઈ રહ્યા છે. આર્ટિકલ 370 હટ્યા બાદ અને કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ કાશ્મીરમાં કલમ 144 લાગુ કરાઈ હતી. શ્રીનગરમાં લગભગ 14 દિવસ બાદ સ્કૂલ કોલેજો ખુલ્યા છે. પરંતુ હજીય કેટલીક એવી મુશ્કેલીઓ છે, જેનો સામનો કરીને તેમનો ઉકેલ લાવવો જરૂી બન્યો છે. હાલની સ્થિતિમાં સુરક્ષાદળો માટે માહોલ શાંત કરવો એ પ્રાથમિક્તા છે. ત્યારે આર. એસ. પુરા સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોન ભારતીય સરહદમાં ઘુસ્યુ હોવાનું સામે આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય સરહદ પર આર. એસ. પુરા સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોન કેટલાક સમય માટે ભારતીય વિસ્તારમાં ઘુસી આવ્યું હતું. કેટલીકવાર સુધી હવામાં ફર્યા બાદ આ ડ્રોન પાછું જતું રહ્યું. આ ઘટના સોમવારે મોડી રાત્રે બની હતી. આર. એસ. પુરાના મંગરામ ભારતીય પોસ્ટ અને તેની નજીકના રહેણાંક વિસ્તારોમાં ફર્યા બાદ આ ડ્રોન પાછું પાકિસ્તાને જતું રહ્યું. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઈ છે.

ડ્રોનની ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. આર્ટિકલ 370 હટ્યા બાદ અને રાજ્યના પુનર્ગઠન બાદ પાકિસ્તાન નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટરીય સરહદ પર આતંકીઓની ઘૂષણખોરી કરાવવા પ્રયત્ન કરી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પાકિસ્તાન તરફથી આવેલું ડ્રોન ભારતની આગળની ચોકીઓમાં જવાનોની તૈનાતી અને સંવેદનશીલ વિસ્તારોની રેકી કરી રહ્યું હતું.

national news pakistan jammu and kashmir