'નવું પાકિસ્તાન'ના દાવા કરતા ઈમરાન આતંકવાદ સામે લે 'નવા એક્શન': ભારત

09 March, 2019 02:48 PM IST  |  નવી દિલ્હી

'નવું પાકિસ્તાન'ના દાવા કરતા ઈમરાન આતંકવાદ સામે લે 'નવા એક્શન': ભારત

ભારતની પાકિસ્તાનને સલાહ

પુલવામા હુમલા બાદ પાકિસ્તાન આતંકવાદીઓ સામે કાર્રવાઈ કરવાનો દાવો કરી રહ્યું છે. પરંતુ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે પાકિસ્તાને એ જવાબ દેવો જોઈએ કે પાકિસ્તાને એ જવાબ આપવો જોઈએ કે કેમ તેણે F-16 લડાયક વિમાનને તોડી પાડ્યું? પાકિસ્તાન આતંકીઓની સામે કાર્રવાઈ નથી કરી રહ્યા, માત્ર ખોટા દાવા કરે છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના અધિકારીએ પોતાના દેશમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ હોવાની વાત નકારી છે. એનાથી સાફ સાફ ખબર પડે છે કે પાકિસ્તાન આતંક સામે કેવું વલણ રાખી રહ્યું છે. પાકિસ્તાન ભારત અને આંતરરાષ્ટ્રીય બિરાદરીની ચિંતા દૂર કરવા માટે કાંઈ જ કામ નથી કરી રહ્યું, પાકિસ્તાન આતંકી સંગઠન જૈશની સામે એક્શન નથી લઈ રહ્યું.

તેમણે કહ્યું કે જો પાકિસ્તાન દાવો કરે છે કે તેની પાસે ભારતનું બીજું ફાઈટલ પ્લેન તોડી પાડ્યું હોવાનો વીડિયો છે, તો તે જાહેર કેમ નથી કરતું? જો પાકિસ્તાન નવા વિચારો સાથે નવું પાકિસ્તાન હોવાનો દાવો કરે છે તો તેણે આતંકવાદની સાથે સીમા પારના આતંકવાદ સામે પણ નવા એક્શન લેવા જોઈએ. અમે આતંકવાદ સામે સતત અભિયાન ચાલુ રાખીશું. અમારી સેના સતર્ક રહેશે.

કરતારપુર કૉરિડોર પર પણ સંકટના વાદળો નજર આવી રહ્યા છે. પરંતુ રવીશ કુમારે સ્પષ્ટતા કરતા કહ્યું કે અમે એ સ્પષ્ટ કરવા માંગીશું કે કરતારપુર કૉરિડોર પર વાત કરવાનો મતલબ દ્વિપક્ષીય સંબંધોને ફરીથી શરૂ કરવાનો નથી. આ મામલો શીખ સમુદાયના લોકો સાથે જોડાયેલો છે.

pakistan imran khan terror attack