લાહોર બૉમ્બ બ્લાસ્ટમાં 3ના નિધન, અનેક ઇજાગ્રસ્ત, શું TTPએ વાળ્યો વેર?

20 January, 2022 06:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Lahore Blast News: લાહોરમાં એક બૉમ્બ બ્લાસ્ટમાં ત્રણ લોકોના 25થી વધારે લોકો ઇજાગ્રસ્ત કહેવામાં આવી રહ્યા છે. ઘટના સ્થળે પહોંચી પોલીસે ઘટનાસ્થળે ચારે તરફથી ઘેરીને શોધ અભિયાન શરૂ કરી દીધું છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

પાકિસ્તાનના પંજાબની રાજધાની લાહોર આજે બૉમ્બ બ્લાસ્ટથી હલબલી ગઈ. લાહોરના અનારકલી બજારમાં વિસ્તારમાં થયેલા બ્લાસ્ટમાં એક બાળક સહિત ઓછામાં ઓછા ત્રણના નિધનના સમાચાર છે. આ વિસ્ફોટમાં 25થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા એવું કહેવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું થે કે આ હુમલાની પાછળ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો હાથ હોઈ શકે છે. પાકિસ્તાને કેટલાક દિવસો પહેલા જ અફઘાનિસ્તાનમાં જઈને ટીટીપીના એક શીર્ષ કમાન્ડરની હત્યા કરી હતી. ત્યાર પછી આ આતંકવાદી સંગઠન પાકિસ્તાનમાં આતંકવાદી હુમલાનો ષડયંત્ર રચી રહ્યો હતો.

બ્લાસ્ટથી થયો દોઢ ફૂટ ઊંડો ખાડો
બ્લાસ્ટની તીવ્રતા એટલી વધારે હતી કે આસપાસના દુકાનો અને ઇમારતોના કાંચ તૂટી ગયો. ઘટનાસ્થળે ઉભેલી અનેક મોટરસાઇકલોને પણ નુકસાન પહોંચ્યું છે. લાહોરના ડીઆઇજી ડૉ મોહમ્મદ આબિદ ખાને એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે બ્લાસ્ટના કારણોની શોધ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી કોઈ પુષ્ઠ માહિતી મળી શકી નથી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ બ્લાસ્ટને કારણે જમીનમાં 1.5 ફૂટ ઊંડો ખાડો બની ગયો હતો.

ભીડ-ભાડવાળી જગ્યાએ થયું વિસ્ફોટ
લાહોરનો આ વિસ્તાર ખૂબ જ ભીડભર્યો છે. અહીં દરરોજ લાખોની સંખ્યામાં લોકો માર્કેટિંગ કરવા આવે છે. બ્લાસ્ટનો સમય પણ આખા બજારમાં ઘણાં લોકો હાજર હતા. પોલીસે ઇજાગ્રસ્તોને મેયો હૉસ્પિટલમાં મોકલવમાં આવ્યા છે. હૉસ્પિટલના અધિકારીઓએ કહ્યું કે, ઇજાગ્રસ્તોમાં ચાર લોકોની સ્થિતિ ગંભીર છે. ડૉક્ટર તેમનો જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડૉક્ટર્સે અન્ય ઇજાગ્રસ્તની પ્રાથમિક સારવાર કરી છે.

ટીટીપી પર હુમલામાં સામેલ હોવાની શંકા
પાકિસ્તાને જાન્યુઆરીમાં જ અફઘાનિસ્તાનના નંગરહાર પ્રાંતમાં ટીટીપીના શીર્ષ આતંકવાદી ખાલિદ બટલી ઉર્ફે મોહમ્મદ ખુરાસાનીને મારી નાખ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ હુમલાનું કારણ ટીટીપીના બદલાની કાર્યવાહી થઈ શકે છે. 50 વર્ષનો મોહમ્મદ ખુરાસાની ટીટીપીનો પ્રવક્તા પણ હતો. તે પાકિસ્તાનના લોકો અને સુરક્ષાદળો પર થયેલી કેટલાય હુમલામાં પણ સામેલ હતો. અધિકારીઓએ દાવો કર્યો કે તાલિબાનના અફઘાનિસ્તાનમાં સત્તા પર કબજો કર્યા પછી તે ઘણીવાર કાબુલનો પ્રવાસ કરી રહ્યો હતો.

ગિલગિત-બાલ્ટિસ્તાનનો રહેવાસી હતો ખુરાસાની
પાકિસ્તાને દાવો કર્યો છે કે આતંકવાદી હુમલાની યોજના પણ બનાવી રહ્યો હતો. તેણે તાજેતરમાં જ પાકિસ્તાનના અંદર આતંકવાદી હુમલો કરવાની ધમકી આપી હતી. ગિલગિત-બાલ્ટિસ્તાનનો રહેવાસી ખાલિદ બટતી ઉર્ફે મોહમ્મગ ખુરાસાની છેલ્લા કેટલાય વર્ષોથી ટીટીપીનું ઑપરેશનલ કમાન્ડર હતો. 2007માં તે સ્વાતમાં પ્રતિબંધિત તહરીક નિફાઝ શરીયત-એ-મુહમ્મદીમાં સામેલ થઈ ગયો અને ટીટીપીના પૂર્વ પ્રમુખ મુલ્લા ફઝલુલ્લાહ સાથે ઘનિષ્ઠ સંબંધ સ્થાપિત કર્યા.

national news international news lahore pakistan