ભારતથી ડર્યું પાકિસ્તાન, સીમા પર હલચલ તેજ, હૉસ્પિટલોને તૈયાર રહેવા આદેશ

22 February, 2019 11:27 AM IST  | 

ભારતથી ડર્યું પાકિસ્તાન, સીમા પર હલચલ તેજ, હૉસ્પિટલોને તૈયાર રહેવા આદેશ

પાકિસ્તાને સીમા પાસે જાહેર કર્યું અલર્ટ

પુલવામા હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચેતવણીથી ડરેલા પાકિસ્તાનને વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકનો ડર સતાવવા લાગ્યો છે. ભારતની સંભવિત બદલાની કાર્રવાઈથી પાકિસ્તાનને ગભરામણ થવા લાગી છે. ગુરુવારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક બોલાવીને પાકિસ્તાની સેનાને ભારતની કોઈ પણ કાર્રવાઈનો જવાબ દેવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

ત્યાં જ પાકિસ્તાને ગુલામ કશ્મીરમાં સીમા રેખા પાસે રહેતા લોકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં લોકોને રાત્રે લાઈટ ન ચાલુ કરવાની અને એક જગ્યા પર સમૂહમાં એકઠા ન થવાના નિર્દેશો આપ્યા છે. નિયંત્રણ રેખા પાસે કારણ વગર ન જવાની અને પશુઓને ન ચરાવવાની પણ સૂચના આપી છે.

ઉરી હુમલા બાદ 2016માં ગુલામ કશ્મીરમાં આતંકીઓના અડ્ડા પર થયેલી સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યા વિના કહેવામાં આવ્યું છે કે ભારત એવી રીતે કાર્રવાઈ કરી શકે છે જેના કારણે સ્થાનિક લોકોનું જીવન ખતરામાં પડી શકે છે.

સૂત્રોનું માનીએ તો પાકિસ્તાન સેનાએ પુંછ અને રાજૌરીના નૌશહરા સેક્ટરની સામે આવેલા પોતાના ક્ષેત્રમાં લગભગ 50 ગામો ખતમ કરાવીને લોકોને બોલાવી લીધા છે. સાથે પાકિસ્તાને સીમા પર સૈન્ય ગતિવિધિ પર વધારી દીધી છે. ભારતીય સેનાના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

હૉસ્પિટલોમાં જાહેર કરાયું અલર્ટ
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાને હૉસ્પિટલોમાં પણ અલર્ટ જાહેર કરી દીધું છે જેથી કોઈ પણ પ્રકારની કાર્રવાઈ માટે તૈયાર રહી શકાય.

pakistan line of control terror attack