29 April, 2025 10:11 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ
પહલગામ હુમલા બાદ ભારત જવાબી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે જેને લઈને પાકિસ્તાન ચિંતામાં છે. આ વચ્ચે સોમવારે દિલ્હીમાં વડા પ્રધાનના આવાસ પર નરેન્દ્ર મોદી અને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ વચ્ચે બેઠક યોજાઈ હતી. રાજનાથ સિંહે હાલની સ્થિતિ અને રણનીતિને લઈને વડા પ્રધાન મોદી સાથે ચર્ચા કરી હતી. આ અગાઉ રાજનાથ સિંહ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા અને કાશ્મીરમાં સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી હતી.
ગઈ કાલે સંસદના ઍનેક્સી બિલ્ડિંગમાં રક્ષા સંબંધિત સંસદીય સ્થાયી સમિતિની બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. બેઠકનો એજન્ડા સંરક્ષણ આધુનિકીકરણ અને શસ્ત્રોના સોદાઓ સાથે સંબંધિત હતો. જોકે સમિતિના સભ્યોએ પહલગામ હુમલાનો મુદ્દો પણ ઉઠાવ્યો જેના કારણે ચર્ચા લાંબી ચાલી હતી.