24 April, 2025 06:58 AM IST | Srinagar | Gujarati Mid-day Online Correspondent
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીર
જમ્મુ અને કાશ્મીરમાં મંગળવારે પહલગામમાં (Pahalgam Terror Attack) થયેલા આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 28 પ્રવાસીઓ માર્યા ગયા હતા. હુમલો કરનારા શંકાસ્પદ આતંકવાદીઓમાંથી એકની પહેલી ઝલખ સામે આવી હોવાનો દાવો સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે. આ તસવીરમાં એક આતંકવાદી ઓટોમેટેડ બંદૂક પકડીને દેખાઈ રહ્યો છે. આ હુમલો પાંચથી છ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ પ્રખ્યાત બૈસરન ઘાસના મેદાનમાં નાગરિકો પર ગોળીબાર કર્યો હતો. માહિતી મુજબ આ હુમલાના થોડા કલાકો બાદ ભારતીય જવાનોએ બે આતંકવાદીઓને ઉરીમાં ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન મોતને ઘાટ ઉતાર્યા છે.
એક આતંકવાદીની પ્રથમ તસવીર આવી સામે
બૈસરન પહલગામથી લગભગ 6 કિલોમીટર દૂર છે. તે ગાઢ પાઈન જંગલો અને પર્વતોથી ઘેરાયેલું `મીની સ્વિટ્ઝર્લૅન્ડ` (Pahalgam Terror Attack) તરીકે ઓળખાતું એક વિશાળ ઘાસનું મેદાન છે. સાક્ષીઓના જણાવ્યા મુજબ, આતંકવાદીઓ બપોરે 2:30 વાગ્યાની આસપાસ ઘાસના મેદાનમાં દેખાયા હતા. હુમલો થયો તે ક્ષણના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ઘટનામાં 10-12 આતંકવાદીઓ સામેલ હોવાની માહિતી છે.
અમિત શાહ જમ્મુ અને કાશ્મીર પહોંચ્યા
બૈસરન ફક્ત પગપાળા અથવા ઘોડા દ્વારા જ પહોંચી શકાય છે, ઘાયલોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટર તહેનાત કરવામાં આવ્યા હતા. માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોના પરિવારોને કડક સુરક્ષા હેઠળ સરકારી માલિકીના પહલગામ ક્લબમાં લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Pahalgam Terror Attack) તાત્કાલિક શ્રીનગર પહોંચ્યા જેથી તેઓ પ્રદેશમાં પ્રતિક્રિયા અને સુરક્ષા પગલાંનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરી શકે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Pahalgam Terror Attack) તેમની સાઉદી અરેબિયા મુલાકાત મૂકીને મંગળવારે રાત્રે નવી દિલ્હી પરત ફર્યા હતા. પીએમ મોદીએ આ હુમલાની નિંદા કરી, તેને "નિર્દોષ નાગરિકો પર કાયર હુમલો" ગણાવ્યો. તેમણે ગૃહમંત્રીને આ ઘટનાનો ઉકેલ લાવવા માટે ઝડપી અને નિર્ણાયક કાર્યવાહી સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો. મોદીએ પ્રદેશમાં ન્યાય અને જાહેર સલામતી પુનઃસ્થાપિત કરવાની જરૂરિયાત પર વધુ ભાર મૂક્યો. હુમલા બાદ ભારત પાછા આવ્યા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો કાફિલો છોડી સીધા અજીત ડોભાલને મળ્યા હતા. આ વીડિયો પણ સામે આવ્યો છે.
અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે હુમલો કરનારા મોટાભાગના આતંકવાદી પાકિસ્તાનના (Pahalgam Terror Attack) હતા અને તેમાં કેટલાક સ્થાનિક આતંકવાદીઓ પણ હતા. પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા (LeT) જે રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ની શાખા છે, તેણે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ આતંકવાદીઓને શોધવા માટે ભારતીય સેનાએ રાતથી જ સર્ચ ઓપરેશન કર્યું છે. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારની સુરક્ષા વધારવામાં આવી છે.