કોર્ટમાં ચિદમ્બરમને ફરીથી ફટકો, ૧૧ ડિસેમ્બર સુધી રહેવું પડશે જેલમાં

28 November, 2019 12:03 PM IST  |  New Delhi

કોર્ટમાં ચિદમ્બરમને ફરીથી ફટકો, ૧૧ ડિસેમ્બર સુધી રહેવું પડશે જેલમાં

તિહાડ જેલમાં ચિદમ્બરમને મળવા ગયેલાં કૉન્ગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પક્ષનાં જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી. તસવીર : (પી.ટી.આઇ.)

આઇએનએક્સ મીડિયા કેસમાં જેલમાં બંધ ભૂતપૂર્વ નાણાપ્રધાન અને કૉન્ગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમની મુશ્કેલીઓ અટકવાનું નામ નથી લઈ રહી. આજે સુપ્રીમ કોર્ટમાં પી. ચિદમ્બરમની જામીન અરજી પર સુનાવણી ટળી ગઈ છે. હવે ચિદમ્બરમની જામીન અરજી પર આવતી કાલે સુનાવણી હાથ ધરવામાં આવશે. સૉલિસિટર જનરલ આવતી કાલે જવાબ રજૂ કરશે. આઇએનએક્સ મીડિયા કેસમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ ચિદમ્બરમ જેલમાં બંધ છે. આ કેસમાં વિશેષ અદાલતે તેમની જ્યુડિશિયલ કસ્ટડી વધારી દીધી છે. હવે તેમને ૧૧ ડિસેમ્બર સુધી જેલમાં જ રહેવું પડશે.
આજે ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું કે ૨૧ ઑગસ્ટ ૨૦૧૯ના રોજ અરજકર્તાની અટકાયત કરવામાં આવી હતી. ૬૦ દિવસો બાદ પણ ચાર્જશીટ દાખલ નથી કરી જે બાદ તેમને જામીન મળ્યા. બાદ ઈડીએ તેમની ધરપકડ કરી પરંતુ ઈડી પણ અત્યાર સુધી ચાર્જશીટ દાખલ નથી કરી શક્યું. આથી તેમને જામીન આપવામાં આવે.
ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું કે ૨૦૧૮માં નોંધાયેલા નિવેદનો પર પૂછપરછ કરવાની વાત કહેવામાં આવી રહી છે. પુરાવાનો નાશ, સાક્ષીઓ પર અસર જેવા ઈડીના આરોપોને હાઈ કોર્ટ પહેલાં જ ફગાવી ચૂકી છે. અત્યાર સુધી કોઈ ચોક્કસ પુરાવા પણ મળ્યા નથી.



p chidambaram sonia gandhi rahul gandhi