સીબીઆઇ કેસમાં ભૂતપૂર્વ નાણાપ્રધાનને રાહત ન મળતાં કસ્ટડીમાં રહેવું પડશે

24 August, 2019 11:28 AM IST  |  નવી દિલ્હી

સીબીઆઇ કેસમાં ભૂતપૂર્વ નાણાપ્રધાનને રાહત ન મળતાં કસ્ટડીમાં રહેવું પડશે

સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે આઇએનએક્સ મીડિયા કેસમાં પી. ચિદમ્બરમની અંતરિમ જામીન અરજી પર સુનાવણી થઈ છે. કોર્ટે ઈડીના મામલામાં સોમવાર સુધી ચિદમ્બરમની ધરપકડ ન કરવા માટે કહ્યું છે, પરંતુ સીબીઆઇના કેસમાં રાહત આપી નથી. ભૂતપૂર્વ નાણાપ્રધાન સોમવાર સુધી સીબીઆઇના રિમાન્ડ પર છે. આઇએનએક્સ કેસમાં ઈડી અને સીબીઆઇ દ્વારા દાખલ કરાયેલા કેસમાં હવે સોમવારે સુનાવણી કરવામાં આવશે. આઇએનએક્સ મામલામાં ઈડીએ મની-લૉન્ડરિંગ અને સીબીઆઇએ ભ્રષ્ટાચારનો કેસ કર્યો છે.

ચિદમ્બરમ તપાસમાં સહયોગ નથી કરી રહ્યાઃ સીબીઆઇના વકીલ

સીબીઆઇના વકીલ સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે ચિદમ્બરમે તપાસમાં સહયોગ કર્યો નહોતો. પૂછપરછ માટે તેમને પાંચ દિવસના સીબીઆઇ રિમાન્ડ પર મોકલવામાં આવે. એનો વિરોધ કરતાં ચિદમ્બરમે કહ્યું કે સીબીઆઇ પ્રમાણે જવાબ ન આપવો એ સહયોગ ન કર્યો કહેવામાં આવે છે. કપિલ સિબલે દલીલ કરી હતી કે જ્યારે સીબીઆઇ પાસે સવાલ સુધ્ધાં તૈયાર નથી તો પછી રિમાન્ડ શા માટે જોઈએ છે?

national news p chidambaram