ઑક્સફૉર્ડ કોરોના વાયરસ વૅક્સીનનું ટ્રાયલ ફરી શરૂ,બ્રિટને આપી લીલી ઝંડી

12 September, 2020 08:30 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ઑક્સફૉર્ડ કોરોના વાયરસ વૅક્સીનનું ટ્રાયલ ફરી શરૂ,બ્રિટને આપી લીલી ઝંડી

પ્રતીકાત્મક તસવીર

દવાઇ કંપની એસ્ટ્રાજેનેકાએ શનિવારે કહ્યું કે બ્રિટિશ રેગ્યુલેટર પાસેથી લીલી ઝંડી મળ્યા પછી તેમણે કોવિડ-19 વેક્સીનનું માનવીય પરીક્ષણ ફરી એકવાર શરૂ કરી દીધું છે. એક વૉલંટિયરના બીમાર થવાથી આને અધવચ્ચે અટકાવવી પડી હતી. ત્યાર બાદ ભારતમાં પણ આ વેક્સીનના ટ્રાયલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, "એસ્ટ્રાજેનેકા ઑક્સફૉર્ડ કોરોના વાયરસ વેક્સીન AZD1222નું ક્લીનિકલ ટ્રાયલ બ્રિટેનમાં ફરી એકવાર શરૂ કરી દેવામાં આવ્યું છે. મેડિસિન હેલ્થ રેગ્યુલેટરી ઑથૉરિટી (MHRA)એ આના સેફ હોવાની પુષ્ઠિ કરી છે."

એસ્ટ્રાજેનેકાએ બ્રિટેનમાં પોતાના અંતિમ ફેસના ટ્રાયલ દરમિયાન માનવીય પરીક્ષણમાં સામેલ એક વૉલંટિયરની તબિયત બગડવા પર ટ્રાયલ અટકાવી દેવામાં આવ્યું હતું. જો કે, ભારતમાં ઑક્સફૉર્ડ વેક્સીનના ટ્રાયલમાં કોઇપણ વૉલંટિયર પર આનો પ્રતિકૂળ પ્રભાવ પડ્યો નથી. બીજા ફેસના ટ્રાયલમાં 100થી વધારે વૉલંટિયર્સને વેક્સીન આપવામાં આવી હતી, પણ એક અઠવાડિયું પૂરું થઈ ગયા પછી પણ આના પર કોઇ અયોગ્ય રિએક્શન જોવા મળ્યા નથી.

જો કે, આ પહેલા ભારતીય ઔષધી મહાનિયંત્રક (DCGI)એ ભારતીય સીરમ સંસ્થાનને કહ્યું કે તે દવાઇ કંપની એસ્ટ્રાજેનેકા દ્વારા અન્ય દેશોમાં ઑક્સફૉર્ડ કોવિડ-19 રસીનું પરીક્ષણ અટકાવ્યા પછી બીજા અને ત્રીજા ફેસના ક્લીનિકલ પરીક્ષણ માટે નવા ઉમેદવારોની ભરતી આગામી આદેશ સુધી રોકી રાખે.

મહાનિયંત્રક ડૉક્ટર વી જી સોમાનીએ શુક્રવારે એક આદેશમાં ભારતીય સીરમ સંસ્થાન (SII)ને એ પણ કહ્યું કે પરીક્ષણ દરમિયાન હજી સુધી રસી મૂકાવી ચૂકેલા લોકોની સુરક્ષાનું ધ્યાન રાખવું. સાથે જ યોજના અને રિપોર્ટ રજૂ કરે. આદેશ પ્રમાણે, સોમાનીએ કંપનીને એ પણ કહ્યું કે ભવિષ્યમાં પરીક્ષણ માટે નવી ભરતી કરતાં પહેલા તેમના કાર્યાલય (DGCA)માંથી પહેલા અનુમતિ લેવા માટે બ્રિટેન અને ભારતમાં ડેટા એન્ડ સેફ્ટી મૉનિટરિંગ બૉર્ડ (DSMB)પાસેથી પરવાનગી નોંધાવવામાં આવે.

international news coronavirus covid19 great britain