તિરુપતિ મંદિરના 740થી વધુ કર્મચારીઓ કોરોના પૉઝિટીવ, ત્રણના મોત

10 August, 2020 03:28 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

તિરુપતિ મંદિરના 740થી વધુ કર્મચારીઓ કોરોના પૉઝિટીવ, ત્રણના મોત

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ના ઓછામાં ઓછાં 743 કર્મચારીઓ સહિત ભગવાન વેકટેશ્વર મંદિરના કેટલાક પૂજારી પણ કોરોના(Coronavirus Positive) સંક્રમિત થઈ ગયા છે. કોરોનાને કારણે ત્રણ કર્મચારીઓનું નિધન પણ થઈ ગયું છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના(Tirumala Tirupati Devasthanams) કાર્યકારી અધિકારી અનિલ કુમાર સિંઘલે રવિવારે સંવાદદાતાઓને જણાવ્યું, "11 જૂન પછી 743 કર્મચારી કોરોના સંક્રમિત આવ્યા છે. આમાંથી ત્રણનું નિધન થઈ ગયું છે. 402 કર્મચારી અત્યાર સુધી સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 338 દર્દીઓની વિવિધ કોવિડ કૅર સેન્ટર્સમાં સારવાર થઈ રહી છે."

તિરુમાલા પાસે સ્થિત ભગવાન વેંકટેશ્વરના પ્રસિદ્ધ મંદિરનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ કરે છે. કોરોના સંક્રમણ મહામારી તેમજ લૉકડાઉનને કારણે અઢી મહિના સુધી મંદિર બંધ રાખ્યા બાદ 11 જૂનના સામાન્ય લોકો માટે મંદિર ફરી ખોલવામાં આવ્યું. અનિલ સિંઘલે મીડિયા તેમજ સોશિયલ મીડિયા પર ચાલતાં બધાં જ રિપોર્ટ્સનું ખંડન કર્યું છે કે, જેમાં લૉકડાઉન બાદ પણ ખજાનો ભરવા માટે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને ખુલ્લુ રાખવાની વાત કહેવામાં આવી. તેમણે કહ્યું કે આ પ્રાચીન મંદિરને શ્રદ્ધાળુઓની માગ પર કોરોના વાયરસ સામે લડવા માટે લાગૂ નિયમોનું કડકાઇથી પાલન કરવામાં આવ્યું અને ગાઇડલાઇન્સ બાદ જ મંદિર ખોલવામાં આવ્યો.

101 વર્ષની મહિલાએ આપી કોરોનાને માત
એક તરફ જ્યાં દેશમાં સતત કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ કેટલાય એવા કોરોના ફાઇટર પણ છે જેમણે પોતાની ઇચ્છા શક્તિની મદદથી કોરોનાને માત આપી તેવી ઘણી ઘટનાઓ છે. આવી જ એક ઘટના તિરુપતિનાં નિવાસી 101 વર્ષની મહિલાની છે. તેમણે કોરોના વાયરસ (Covid-19)ને માત આપી દીધી છે અને સ્વસ્થ થઈ ગયાં છે. COVID-19 હૉસ્પિટલ શ્રી પદ્માવતી મહિલા હૉસ્પિટલ, શ્રી વેંકટેશ્વર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ તિરુપતિમાંથી રજા આપી દેવામાં આવી છે. હૉસ્પિટલના ડૉક્ટર રામે કહ્યું કે મંગમ્માને સારવાર બાદ 25 જુલાઇના હૉસ્પિટલમાં રજા આપી દેવામાં આવી છે.

tirupati national news coronavirus covid19