બીજેપી નથી મુસ્લિમ કે દલિતવિરોધી : ગડકરી

07 October, 2012 06:03 AM IST  | 

બીજેપી નથી મુસ્લિમ કે દલિતવિરોધી : ગડકરી

આ બન્ને વર્ગના લોકો સુધી પહોંચવા માટેના અભિયાનને આગળ વધારતાં બીજેપીપ્રમુખે કહ્યું હતું કે ‘અમે આદિવાસીઓ, દલિતો, મહિલાઓ એમ દરેક વર્ગની સુખાકારી ઇચ્છીએ છીએ. અમારી કમનસીબી છે કે વાસ્તવિક ઇમેજ કરતાં અમારી ખોટી ઇમેજ સર્જાયેલી છે.’

પાર્ટીના કાર્યકરોને સમાજના દરેક વર્ગ સુધી પહોંચવાનું જણાવતાં ગડકરીએ કહ્યું હતું કે બીજેપીના સાચા ચહેરાની લોકોને જાણ કરવાની જરૂર છે. દિલ્હીમાં ગઈ કાલે બીજેપીના મહિલા મોરચાના એક કાર્યક્રમને સંબોધતાં ગડકરીએ આ વાત કરી હતી. તેમણે મહિલા કાર્યકરોને મહિલાઓના પ્રશ્નો પર ધ્યાન આપવા કહ્યું હતું. ગડકરીએ એમ પણ કહ્યું હતું કે તેમણે ક્યારેય માગણી કરી ન હોવા છતાં તેમને બીજી વખત પાર્ટીના પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી