ઇન્ડિયન ડિફેન્સ સ્ટ્રૉન્ગ બનાવવા ઇઝરાયલ સાથે ૫૭ અબજ રૂપિયાની મિસાઇલ સિસ્ટમની ખરીદીનો કૉન્ટ્રૅક્ટ

25 October, 2018 05:09 AM IST  | 

ઇન્ડિયન ડિફેન્સ સ્ટ્રૉન્ગ બનાવવા ઇઝરાયલ સાથે ૫૭ અબજ રૂપિયાની મિસાઇલ સિસ્ટમની ખરીદીનો કૉન્ટ્રૅક્ટ



ભારતે નૌકાદળનાં સાત જહાજો માટે ઇઝરાયલ પાસેથી બૅરૅક-૮ લૉન્ગ-રેન્જ સર્ફેસ ટુ ઍર મિસાઇલ (LR-SAM) સિસ્ટમ ખરીદવાનો ભારત ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડ (BEL) દ્વારા ૭૭૭ મિલ્યન ડૉલર (અંદાજે ૫૭ અબજ રૂપિયા)નો કૉન્ટ્રૅક્ટ કરવામાં આવ્યો હોવાનું ઇઝરાયલની સરકારી ઇઝરાયલ ઍરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ (IAI)નાં સૂત્રોએ જણાવ્યું હતું. થોડા દિવસ પહેલાં રશિયા પાસેથી S-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ખરીદી પછી ઇઝરાયલ પાસેથી કરવામાં આવેલી ખરીદી સંરક્ષણક્ષેત્રે ભારતનો વધુ એક મહત્વનો સોદો ગણાય છે. 


આ પણ વાંચોઃ અયોધ્યામાં રામમંદિર બંધાવવાની હિલચાલો વેગવાન


આ સોદા સાથે ઇઝરાયલ સાથેની દ્વિપક્ષી ડિફેન્સ પાર્ટનરશિપનો આંકડો ૬ અબજ ડૉલર (અંદાજે ૪૪૦ અબજ રૂપિયા)ને પાર કરી ચૂક્યો છે. નવી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ  ડિજિટલ રડાર, કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ, લૉન્ચર્સ, મૉડર્ન રેડિયો ફ્રીક્વન્સી ધરાવતાં ઇન્ટરસેપ્ટર્સ, ડેટા લિન્ક અને સિસ્ટમ-વાઇડ કનેક્ટિવિટી જેવી સુવિધાઓથી સજ્જ છે. હવાઈ, દરિયાઈ કે ભૂમિક્ષેત્રથી આપણા દરિયાઈ ક્ષેત્રમાં કોઈ પણ જોખમને દિવસે કે રાતે પહોંચી વળવાની ક્ષમતા LR-SAM સિસ્ટમમાં છે. આ મિસાઇલ સિસ્ટમ ઇઝરાયલના ઍડ્મિનિસ્ટ્રેશન ફૉર ધ ડેવલપમેન્ટ ઑફ વેપન્સ ઍન્ડ ટેક્નૉલૉજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એલ્ટા સિસ્ટમ્સ, રાફેલ તેમ જ ભારતના DRDO અને કેટલીક ભારતીય કંપનીઓએ ઇઝરાયલની ત્ખ્ત્ના સહયોગમાં વિકસાવી છે.