ફૅની વાવાઝોડાથી ઓરિસ્સામાં અલર્ટ પર 50 ટીમો, 81 ટ્રેનો કરવામાં આવી રદ્દ

02 May, 2019 09:31 AM IST  |  ઓરિસ્સા

ફૅની વાવાઝોડાથી ઓરિસ્સામાં અલર્ટ પર 50 ટીમો, 81 ટ્રેનો કરવામાં આવી રદ્દ

ફૅની વાવાઝોડાનેે લઈને ઓરિસ્સામાં અલર્ટ

ઓરિસ્સામાંથી હટી આચારસંહિતા

ક્રવાતી વાવાઝોડું ફૅની વધારે જોખમી થતું જાય છે. શુક્રવારે બપોરે વાવાઝોડું ગોપાલપુર અને ચાંદબાલી વચ્ચે ઓરિસ્સાના દરિયાકિનારે પહોંચી જવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ફૅનીના કારણે ઓરિસ્સામાં યલો અલર્ટ જાહેર કરી દેવાયું છે. બીજી બાજુ ચૂંટણી પંચે અહીં ૧૧ જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવાના હેતુથી આચારસંહિતા હટાવી લીધી છે.

મુખ્ય પ્રધાન નવીન પટનાયકે ચીફ ઇલેક્શન કમિશ્નરને અપીલ કરી છે કે, પટકુરા વિધાનસભા વિસ્તારમાં ૧૯ મેના રોજ થનારી ચૂંટણીની પણ તારીખ આગળ વધારી દેવામાં આવે. નવીન પટનાયક તરફથી લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ફૅની વાવાઝોડાના કારણે રાજનગર બ્લોકમાં ભૂસ્ખલનની શક્યતાઓ વધી ગઈ છે.

શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ

ઓરિસ્સા તટથી અથડાતી વખતે ફૅનીની સ્પીડ 175થી 185 કિમી પ્રતિ કલાકની આસપાસ હશે અને તે વધીને 205 કિમી પ્રતિ કલાકની સ્પીડે પણ પહોંચી શકે છે. બૌધ, કાલાહાંડી, સંબલપુર, દેવગઢ અને સુંદરગઢ સહિત અમુક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન ઓરિસ્સામાં અલર્ટ જાહેર કરીને 2 મેથી સ્કૂલો-કૉલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ચક્રવાતી વાવાઝોડું ફૅનીથી બચવા માટે ઓરિસ્સાની દરેક સ્કૂલ અને કૉલેજ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ૨ મેથી આગામી કોઈ આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી સ્કૂલ-કૉલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. દરેક પરીક્ષાઓની તારીખ પણ આગળ વધારવામાં આવી છે.

માછીમારોને ચેતવણી
હવામાન વિભાગે આ રાજ્યોના દરિયાઈ વિસ્તારો ખાલી કરવાના આદેશ આપી દીધા છે. હવામાન વિભાગે ખાસ કરીને 2 મેથી 4 મે સુધી માછીમારોને ઊંડા દરિયામાં ન જવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ હવામાન એલર્ટઃ ક્યાંક વાવાઝોડું તો ક્યાંક આવશે ધૂળની આંધી

યુપીમાં ચક્રવાતના પગલે અલર્ટ

ઉત્તર પ્રદેશમાં પણ ફેની ચક્રવાત સંબંધી ચેતવણી આપવામાં આવી છે. ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે, 2 અને 3 મેના રોજ ભયંકર વરસાદ થઈ શકે છે. ખેડૂતોને પણ પાક બચાવવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા અલર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બંગાળની ખાડીમાં બનેલા ફેની ચક્રવાતના કારણે 3 અને 3 મેના રોજ ઉત્તર પ્રદેશમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે. પૂર્વ તરફથી ફુંકાતા પવનની સ્પીડ 3૦થી 4૦ કિમી પ્રતિ કલાક રહી શકે છે.