ચીન પેગાસસ અને મોંઘવારીના મામલે સરકારને ઘેરવાની વિપક્ષની યોજના

22 November, 2021 11:06 AM IST  |  New Delhi | Agency

રાહુલ ગાંધીએ કહ્યું કે સંસદમાં પેગાસસ મારફત જાસૂસીનો મુદ્દો ઉઠાવશે. સુપ્રીમ કોર્ટે આ મામલે એક નિષ્ણાતોની સમિતિ પણ બનાવી છે.

સુપ્રીમ કૉર્ટ (ફાઇલ તસવીર)

નવી દિલ્હી, (આઇ.એ.એન.એસ.): સંસદનું શિયાળુ સત્ર આવતા સોમવારથી શરૂ થવાનું  છે. આ સત્રમાં કૉન્ગ્રેસ સહિતના વિપક્ષોએ સાથે મળીને સરકારને વિવિધ મુદ્દે ઘેરવાનું આયોજન કર્યું છે. મોંઘવારી, ચીની ઘૂસણખોરી, પેગાસસ જાસૂસી કાંડ અને કૃષિ કાયદા પાસ કર્યાની પ્રક્રિયાના મામલે વિપક્ષો સરકાર સામે પ્રશ્ન કરશે. 
રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે વિપક્ષ આ બધા મુદ્દાઓને સત્રમાં ઉઠાવશે. તમામ પક્ષો સાથે ચર્ચાવિચારણા વગર કાયદા પસાર કરવાના સરકારના વલણને લીધે સંઘર્ષ જન્મતો હોવાનો પણ વિપક્ષી નેતાએ આરોપ મૂક્યો હતો. કૉન્ગ્રેસ પક્ષ દ્વારા સરકાર સામે ચીનના અતિક્રમણ અને પેગાસસ સ્પાયવેર વિશે પણ મુદ્દા ઉઠાવીને સરકારને ઘેરવામાં આવશે.
કૃષિ કાયદાને પાછો ખેંચવાની સરકારની ઘોષણા બાદ વિપક્ષ આવા અનેક મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે. રાહુલ ગાંધીએ કહ્યું કે સંસદમાં પેગાસસ મારફત જાસૂસીનો મુદ્દો ઉઠાવશે. સુપ્રીમ કોર્ટે આ મામલે એક નિષ્ણાતોની સમિતિ પણ બનાવી છે.

national news congress rahul gandhi