15 May, 2025 11:53 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઑપરેશન સિંદૂર વખતે ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં કરાચી પાસે ૩૬ ફાઇટર જહાજો તહેનાત કર્યાં હતાં જેમાં સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત, ૭ ડિસ્ટ્રૉયર, ૭ ફ્રિગેટ, સબમરીનો અને ફાઇટર નૌકાઓનો સમાવેશ થતો હતો.
૪૦,૦૦૦ ટનના INS વિક્રાંત પર મિગ-29K ફાઇટર પ્લેન, કામોવ હેલિકૉપ્ટર અને ઍર વૉર્નિંગ કાઉન્ટર મેકૅનિઝમનો સમાવેશ થાય છે. એની સાથે જ આઠથી ૧૦ ફાઇટર જહાજોનું ગ્રુપ તહેનાત હતું. આ સમૂહે અરબી સમુદ્રમાં એવી અભેદ્ય દીવાલ બનાવી હતી કે પાકિસ્તાનની નૌસેના અને વાયુસેના તટ પરથી આગળ વધી શકી નહોતી.
ભારતની ૭ ડિસ્ટ્રૉયરમાં બ્રહ્મોસ મિસાઇલ તહેનાત છે જે ૪૫૦ કિલોમીટરની રેન્જ ધરાવે છે અને અવાજની સ્પીડ કરતાં ૨.૮ ગણી સ્પીડથી લક્ષ્ય પર હુમલો કરી શકવાની ક્ષમતા ધરાવે છે. આ સિવાય પરમાણુ સંચાલિત INS અરિહંત અને સ્કૉર્પિયન શ્રેણીની સબમરીન જેવી કે INS કલવારીનો સમાવેશ હતો.