ટીમ અણ્ણામાં ઓપન વૉર : કિરણ બેદી V/S અરવિંદ કેજરીવાલ

13 November, 2011 12:17 PM IST  | 

ટીમ અણ્ણામાં ઓપન વૉર : કિરણ બેદી V/S અરવિંદ કેજરીવાલ

 

જો અરવિંદજી આ બાબત સમજતા હોત તો તેમણે અલગ કમેન્ટ આપી હોત. હવાઈભાડાં શા માટે વધારીને દાવા નોંધાવ્યા હતા એ વિશે મેં આખો ઇન્ટરવ્યુ આપ્યો છે. જો અરવિંદે એ વાંચ્યો હોત તો તેમને જરૂર જવાબ મળી જાત.’

જોકે ટીમ અણ્ણાના બીજા એક મેમ્બર મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે ‘અરવિંદ કેજરીવાલ અને કિરણ બેદીની કમેન્ટોને જાહેરમાં વિખવાદની રીતે જોવી ન જોઈએ. આ મતભેદ નહીં માહિતીમાં રહેલો ગૅપ છે. કિરણજીને કેજરીવાલના ઇન્ટરવ્યુની સંપૂર્ણ વિગતો ન મળી હોવાનું સંભવ છે.’

... તો સોનિયા હારી જશે

જનલોકપાલ બિલને લોકોની ડિમાન્ડ લેખાવવાના પ્રયાસમાં ગાંધીવાદી અણ્ણા હઝારેના નેતૃત્વ હેઠળના સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓએ દેશનાં લોકસભાનાં વિવિધ મતદારક્ષેત્રોમાં લીધેલા લોકમતનાં રિઝલ્ટો બહાર પાડ્યાં હતાં. આ જનમતે પ્રૂવ કર્યું હતું કે જો કૉન્ગ્રેસની સરકાર જનલોકપાલ બિલને સંસદના શિયાળુ સત્રમાં મંજૂરી નહીં આપે તો લોકો ટેકો ન આપનારા સંસદસભ્યોને લોકસભાની આગામી ચૂંટણીમાં હરાવશે. ટીમ અણ્ણાએ કૉન્ગ્રસનાં પ્રમુખ સોનિયા ગાંધીના મતદારક્ષેત્ર રાયબરેલી અને તેમના પુત્ર રાહુલના અમેઠીના મતદારક્ષેત્રમાં ૯૮ ટકા લોકોએ કહ્યું હતું કે જો જનલોકપાલ બિલ મંજૂર નહીં થાય તો સોનિયા અને રાહુલને તેમના મતદારક્ષેત્રના મતદારો હરાવી દેશે.

અણ્ણા માફી પર વિચાર કરશે

જાણીતા ગાંધીવાદી અણ્ણા હઝારે સ્વામી અગ્નિવેશને માફ કરશે કે નહીં એ લાખ રૂપિયાનો સવાલ છે, પરંતુ અણ્ણાએ કહ્યું છે કે હું આ બાબત પર મનન કર્યા બાદ નિર્ણય લઈશ. બિગ બૉસના ઘરમાંથી બહાર આવ્યા બાદ સ્વામી અગ્નિવેશે જાહેર કર્યું છે કે તેઓ અણ્ણાના પગ પકડીને માફી માગશે.