પ્રદુષણ ઓછુ કરવા 2020થી માત્ર BS 6ના વાહનોનો જ ઉપયોગ થશે:પ્રકાશ જાવડેકર

18 June, 2019 09:48 PM IST  |  નવી દિલ્હી

પ્રદુષણ ઓછુ કરવા 2020થી માત્ર BS 6ના વાહનોનો જ ઉપયોગ થશે:પ્રકાશ જાવડેકર

પ્રકાશ જાવડેકર

મોદી સરકાર બીજીવાર સત્તામાં આવતાની સાથે જ જનતા માટે એક પછી એક મહત્વની જાહેરાત કરતા આવ્યા છે. હવે પ્રદુષણને લઇને સરકાર સક્રિય થઇ છે. ભારતના પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે પ્રદુષણ પર અંકુશ મુકવા મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, આવતા વર્ષથી માત્ર BS-6 ઈંધણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વધુમાં કહ્યું હતું કે, હાલમાં જે ઈંધણ વપરાઇ રહ્યું છે તેના કારણે 20-22 ટકા પ્રદુષણ થાય છે.


પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરી માહિતી આપી

પર્યાવરણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ટ્વિટ કરી માહિતી આપી હતી કે, દિલ્હીમાં BS-6 ઈંધણ શરૂ કરવામાં આવ્યું છે. આવતા વર્ષે જે વાહનો ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમાં આ BS-6 ઈંધણનો ઉપયોગ કરી શકાશે. આ ઈંધણના ઉત્પાદનની પ્રક્રિયા પુરી કરી દેવામાં આવી છે. લગભગ 60,000 ટ્રક જેનું દિલ્હીમાં કોઈ કામ નથી. તે હવે દિલ્હીમાં પ્રવેશ કરી શકશે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે, પ્રદુષણની સમસ્યા માત્ર દિલ્હીમાં નથી પરંતુ આખી દુનિયામાં છે. પ્રદુષણથી લડવાનું કામ રોજનું છે. પરંતુ દેશમાં સુધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો : ભારતમાં વાયુ પ્રદુષણના કારણે લોકોની સરેરાશ ઉમર 2.6 વર્ષ ઘટી

ભારતમાં અત્યારે
BS 5 નો વધુ ઉપયોગ થાય છે
અત્યારે ભારતમાં BS-4,5 ઈંધણ વપરાય છે. પરંતુ તેનાથી પ્રદુષણની માત્રા વધે છે. ઉપરાંત કેટલાક શહેરોમાં BS-6 ઈંધણ ઉપલબ્ધ ન હોવાથી તેનો આખા દેશમાં ઉપયોગ કરવાનું મુશ્કેલ હતું. પણ હવે આવતા વર્ષથી મોટાભાગના શહેરોમાં તે મળી રહેેશે.BSનો મતલબ ભારત સ્ટેજ થાય છે. જેમાં સલ્ફરની માત્રા 4-5 ગણી ઓછી હોય છે. જેના કારણે આ બળતર શુદ્ધ હોય છે.

national news air pollution prakash javadekar