કાંદાના ભાવ 100ને થયા પાર : અમિત શાહની ઇમર્જન્સી મીટિંગ

26 September, 2020 01:22 PM IST  |  New Delhi | Agency

કાંદાના ભાવ 100ને થયા પાર : અમિત શાહની ઇમર્જન્સી મીટિંગ

કાંદા

કાંદાના ભાવ દેશભરમાં ૧૦૦ રૂપિયાથી વધી જતાં મોદી સરકાર હરકતમાં આવી છે. આજે ગૃહ પ્રધાન અમિત શાહે કેન્દ્રીય પ્રધાનો અને સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજી અને તેમણે કિંમતોને નિયંત્રિત કરવા માટે આયાત કરીને કાંદાની સ્થાનિક માગને પહોંચી વળવા માટે થયેલી પ્રગતિની સમીક્ષા કરી, અધિકારીઓએ તેની માહિતી આપતાં કહ્યું કે આ બેઠકમાં પીયૂષ ગોયલ અને કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે પણ ભાગ લીધો હતો.

શાહે કાંદાની ઉપલબ્ધતા વધારવા માટે કિંમતોને નિયંત્રિત કરવા માટે આયાતને ગતિ આપવાનાં સંબંધમાં બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો, તેમણે જણાવ્યું કે ઇજિપ્ત અને ટર્કીથી કાંદા મગાવવા માટે કૉન્ટ્રૅક્ટ અપાયો છે, અને આ રીતે ૨૧,૦૦૦ ટન કાંદા મગાવવામાં આવશે. તેની પહેલી ખેપ જાન્યુઆરીના મધ્ય સુધી આવી પહોંચશે.

national news onion prices amit shah