45 દિવસ PUBG રમવાને કારણે યુવકનું મોત ? જાણો શુ છે હકીકત

26 March, 2019 05:06 PM IST  | 

45 દિવસ PUBG રમવાને કારણે યુવકનું મોત ? જાણો શુ છે હકીકત

અચાનક ગરદનમાં પીડા થઈ અને જીવ જતો રહ્યો

તેલંગાણાના યુવક સાગરના મોત મામલે નવો ખુલાસો થયો છે. સાગરનું મોત પબજી નહીં પરંતુ ઈન્ફેક્શનના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ તેલંગાણાના મૃતક યુવાનનું મોત પબજીના કારણે નથી થયું. વેબસાઈટ આઈગ્યાનના રિપોર્ટ પ્રમાણે સાગરનો ઈલાજ કરનાર ડૉ. રાજ કિરણે કહ્યું છે કે સાગરને કેટલાક ગંભીર ઈન્ફેક્શન હતા અને તેની સારવાર ચાલી રહી હતી. તેમાં મોબાઈલ ગેમ રમવાની વાતને કોઈ સંબંધ નથી. સાગરના મિત્રોએ શૅર કરેલો વીડિયો આગની જેમ ફેલાયો છે, પરંતુ તે ભ્રમ સર્જી રહ્યો છે. આ નાનકડી વીડિયો ક્લિપમાં સાગરના મિત્રો પબ જી વિશે વાત કરી રહ્યા છે. જો કે ડોક્ટરે પબ જીના કારણે સાગરનું મોત થયું હોવાની વાત ફગાવી દીધી છે.

આ પહેલા એવી માહિતી સામે આવી હતી કે સતત પબ જી ગેમ રમવાને કારણે સાગરનું મોત થયું હતું. ઘટના કંઈક એવી ચર્ચાઈ રહી હતી કે  તેલંગણના જગતિયાલમાં વીસ વર્ષના એક યુવકનું પબજી રમવાના વળગણને કારણે મોત થયું હતું. આ યુવક લગાતાર ૪૫ દિવસથી કામધંધો કંઈ કર્યા વિના પબજી રમતો રહ્યો હતો. જોકે લાંબો સમય એક જ સ્થિતિમાં બેસીને રમવાને કારણે તેની ગરદનની આસપાસની નસોમાં ગંભીર ડૅમેજ થયું હતું એનો પણ તેને અંદાજ નહોતો.

આ પણ વાંચો: હાથ વિનાના સ્વિમિંગ-સ્ટારને દેશે આપ્યો પ્રૉમિસિંગ સ્પોર્ટ્સમૅનનો ખિતાબ

 ૪૫ દિવસ પછી અચાનક તેને ગરદનમાં તીવþ દુખાવો ઊપડ્યો. તરત તેને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો, પણ નર્વ એટલી ડૅમેજ થઈ ચૂકેલી કે સારવાર મળવા છતાં તેનો જીવ બચાવી ન શકાયો