Coronavirus : ભારતમાં કોરોનાને કારણે એકનું મોત, કુલ 76 કેસ નોંધાયા

13 March, 2020 12:20 PM IST  |  Mumbai Desk

Coronavirus : ભારતમાં કોરોનાને કારણે એકનું મોત, કુલ 76 કેસ નોંધાયા

કોરોનાને કારણે ભારતમાં એક મૃત્યુ

કર્ણાટકમાં એક 76 વર્ષના વૃદ્ધનુ કોરોનાવાયરસને કારણે મૃત્યુ થયું છે. કોરોના વાયરસથી દેશમાં આ પહેલું મૃત્યુ છે. ગુરુવારે રિપોર્ટ આવ્યા બાદ નક્કી થયું છે. તો ભારતમાં કોરોના વાયરસના 16 નવા કેસ સામે આવ્યા બાદ આથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને 76 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે જણાવ્યું કે નવા મામલાઓમાંથી 9 કેસ મહારાષ્ટ્રથી છે. કેરળ અને ઉત્તરપ્રદેશથી બે-બે કેસ સામે આવ્યા છે. એક એક કેસ દિલ્હી અને લદ્દાખમાંથી પણ છે.

સઉદી અરબથી પાછા આવ્યા હતાં તે દરદી
કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી બી શ્રીરામુલુએ ગુરુવારે ટ્વીટ કર્યું કે કલબર્ગીના જે વ્યક્તિ કોવિડ-19ના સંદિગ્ધ દરદી હતા, તેના આ વાયરસ દ્વારા સંક્રમિત હોવાની જાણ થઈ છે. તે વ્યક્તિ સઉદી અરબથી પાછો આવ્યો હતો અને મંગળવારે રાતે તેનું મૃત્યુ થઈ ગયું. સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યવાર આંકડા જણાવતા કહ્યું કે દિલ્હીમાં ગુરુવાર સુધી કોરોના વાયરસના 15 કેસ સામે આવી ચૂક્યા છે. ઉત્તર પ્રદેશમાં 11, કર્ણાટકમાં ચાર, મહારાષ્ટ્રમાં 11 અને લદ્દાખમાં ત્રણ કેસ સામે આવી ચૂક્યા છે. મંત્રાલયે કહ્યું રાજસ્થાન, તેલંગણા, તામિલનાડુ, જમ્મૂ-કાશ્મીર અને પંજાબમાં એક-એક કેસ સામે આવ્યા છે.

રાજ્યોમાં કટોકટી નિયમ લાગૂ પાડવામાં આવે...
કેરળમાં અત્યાર સુધી કોરોનાના 17 કેસ સામે આી ચૂક્યા છે, જેમાં તે ત્રણ લોકો પણ સામેલ છે, જેમને ગયા મહિને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. મંત્રાલયે કહ્યું કે કોરોના વાયરસને સંક્રમિત 76 લોકોમાં 17 વિદેશી નાગરિકો છે. આમાં 16 ઇટાલિયન અને એક કેનેડિયન નાગરિક છે. આ દરમિયાન, કેબિનેટ સચિવે કહ્યું કે બધાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કટોકટી રોગ નિયમ, 1897ની ધારા બેના પ્રાવધાનોને લાગૂ પાડવી જોઇએ, જેથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને રાજ્ય સરકારો દ્વારા જાહેર બધા પરામર્શ લાગૂ થઈ શકે. ભારતે કોરોના પ્રભાવિત દેશોથી અત્યાર સુધી 948 પ્રવાસીઓને આશરો આપ્યો છે. તેમાં 900 ભારતીય અને 48 અન્ય દેશોના નાગરિકો સામેલ છે.

કોરોનાને માત આપવા દરેક સ્તરે થઈ રહ્યા છે પ્રયત્ન
કોરોના વાયરસની ચેતવણીથી લડવા માટે દરેક સ્તરે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સરકારી સ્તરે જ્યાં સંદિગ્ધોની ઓળખ થઈ રહી છે તેમને આઇલોવેશનમાં રાખવામાં આવી રહ્યા છે. તો બહારથી આવતાં લોકો પર કડક નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે. આ માટે કેટલાય રાજ્યોમાં વિશેષજ્ઞ ચિકિત્સકોની આખી ટીમ લગાડવામાં આવી છે. આ માટે કોરેનટાઇન બેડ આરક્ષિત કરવામાં આવ્યા છે.

બિહારમાં 11 અધિકારીઓની ટીમ કરશે મૉનીટરિંગ
બિહારમાં પણ સ્વાસ્થ્ય વિભાગે નિરીક્ષણની વ્યવસ્થાને વધુ ચુસ્ત કરવાની પહેલ કરી છે. સ્વાસ્થ્ય વિભાગે પ્રદેશના છ મેડિકલ કૉલેજ-હૉસ્પિટલમાં નિદેશક પ્રમુખોને તહેનાત કરતાં તેમના આનું દાયિત્વ સોંપવામાં આવ્યું છે.

coronavirus national news