Rishi Kapoor Death: ઋષિ કપૂરના નિધન પર રાજકારણીઓએ આપી શ્રદ્ધાંજલિ

30 April, 2020 12:35 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

Rishi Kapoor Death: ઋષિ કપૂરના નિધન પર રાજકારણીઓએ આપી શ્રદ્ધાંજલિ

ભારતીય રાજકારણીઓએ ઋષિ કપૂરને આપી શ્રદ્ધાંજલિ

ફિલ્મ અભિનેતા ઋષિ કપૂરનું આજે 67ની વયે નિધન થઈ ગયું છે. ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી આ માહિતી આપી. તેમણે લખ્યું કે, "તે ચાલ્યો ગયો...ઋષિ કપૂર..ચાલ્યા ગયા. ફિલ્મ અભિનેતા ઋષિ કપૂરના નિધન થકી આખા દેશમાં શોકની લહેર છે. દેશના રાજકારણીઓ પણ ઋષિ કપૂરના નિધન થકી દુઃખી છે અને તેમની મૃત્યુ અંગે શોક વ્યક્ત કરી રહ્યા છે."

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી લઈને અનેક રાજકારણીઓએ ઋષિ કપૂરના નિધન પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે ત્યારે નરેન્દ્ર મોદીએ આ રીતે ઋષિ કપૂરને શ્રદ્ધાંજલિ આપી છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ અભિનેતા ઋષિ કપૂરના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે, "જાણીતા ફિલ્મ અભિનેતા ઋષિ કપૂરના નિધન થકી દુઃખી છું. તેમણે પોતાના અનમોલ અંદાજ અને અભિનયથી પ્રશંસકોના મનમાં ખાસ સ્થાન મેળવ્યું હતું. દુઃખના આ સમયમાં મારા વિચારો તેમના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ."

દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે પણ અભિનેતા ઋષિ કપૂરના નિધન અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે અભિનેતા ઋષિ કપૂરના આકસ્મિક મૃત્યુથી તેમને ઊંડો આઘાત લાગ્યો છે. તેમણે પોતાના કરિઅરમાં ભારતીયોની ઘણી પેઢીઓનું મનેરંજન કર્યું. ખૂબ જ મોટું નુકસાન થયું. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી સંવેદનાઓ. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ ઋષિ કપૂરના નિધન અંગે દુઃખ વ્યક્ત કરતાં લખ્યું છે કે પ્રતિષ્ઠિત અને બહુમુખી ફિલ્મ અભિનેતા ઋષિ કપૂરના નિધન થકી શોક અને ખૂબ જ દુઃખ થયું. એક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતાએ 150થી વધારે ફિલ્મોમાં કામ કર્યું. તેમણે પોતાની બીમારીને ગરિમા અને અનુગ્રહ સાથે સહન કરી. તેમના પરિવાર, મિત્રો, પ્રશંસકો અને આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પ્રત્યે મારી સંવેદનાઓ.

કૉંગ્રેસ નેતા શશિ થરૂરે અભિનેતા ઋષિ કપૂરના મૃત્યુ પર તેમને ઋદ્ધાંજલિ આપતાં ટ્વિટર પર લખ્યું કે, આ સાંભળીને દુઃખ થયું કે મુંબઇના કૈંપિયન સ્કૂલમાં મારા વરિષ્ઠ સ્કૂલી છાત્ર ઋષિ કપૂર જેમની સાથે મેં 1967-68માં ઇન્ટર-ક્લાસ ડ્રામેટિક્સમાં પ્રતિસ્પર્ધા કરી, એક બહેતર વિશ્વમાં ગયા. 'બૉબી'ના રોમાંટિક હીરોથી લઈને તેમની છેલ્લી ફિલ્મોના પરિપક્વ ચરિત્ર અભિનેતા સુધી, તે ઉલ્લેખનીય રૂપે વિકસિત થયા.

સપા નેતા અખિલેશ યાદવે ઋષિ કપૂરના નિધન પર તેમને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે યુવાનોના દિલની ધડકન રહી ચૂકેલા બહુમુખી અભિનય-કલાના ધની ઋષિ કપૂરજીનું નિધન એક યુગનો અંત છે... ભાવભીની શ્રદ્ધાંજલિ. તેમની સ્મૃતિઓ દૂંજતી રહેશે. ચલ કહીં દૂર નિકલ જાએ...

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ઋષિ કપૂરના નિધન અંગે ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. 

સૂચના તેમજ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે તેમના નિધન પર કહ્યું કે ઋષિ કપૂરનું આકસ્મિક નિધન ચોંકાવનારું છે. તે ફક્ત એક મહાન અભિનેતા જ નહીં પણ એક સારા વ્યક્તિ પણ હતા. જાવડેકરે તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે હાર્દિક સંવેદનાઓ કરી છે.

bollywood rishi kapoor indian politics arvind kejriwal rahul gandhi narendra modi