પ્રણવ મુખર્જીના નિધન પર મોદી, શાહ સહિત આમણે કર્યો શોક વ્યક્ત

31 August, 2020 07:39 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

પ્રણવ મુખર્જીના નિધન પર મોદી, શાહ સહિત આમણે કર્યો શોક વ્યક્ત

પ્રણવ મુખર્જીના નિધન પર મોદીએ શૅર કરી તેમની આ તસવીર

પૂર્વ રાષ્ટ્રપતિ(Former President) પ્રણવ (Pranab Mukherjee) મુખર્જીના નિધન પર વડાપ્રધાન (Prime Minister)નરેન્દ્ર મોદી (Narendra Modi), અમિત (Amit Shah) શાહ, કૉંગ્રેસના પૂર્વાદ્યક્ષ રાહુલ (Former Congress president Rahul Gandhi)ગાંધી સહિત તમામ હસ્તિઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાન મોદીએ તેમને વિદ્વાન અને કદાવર સ્ટેટ્સમેન જણાવતા કહ્યું કે તેમણે દેશની વિકાસ યાત્રામાં પોતાની અમિટ છાપ છોડી છે. ગૃહ પ્રધાન અમિત શાહે પ્રણવદાના શાનદાર કરિઅરને આખા દેશ માટે ગર્વ જાહેર કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રણવ મુખર્જી સાથની પોતાની કેટલીક તસવીરો ટ્વિટર પર શૅર કરી છે. એક તસવીરમાં પ્રણવદાને પગે લાગીને આશીર્વાદ લેતા જોવા મળે છે. પીએમ મોદીએ લખ્યું, "ભારત રત્ન પ્રણવ મુખર્જીના નિધન થકી ભારત દુઃખી છે. આપણા દેશની વિકાસ યાત્રામાં તેમણે અમિટ છાપ છોડી છે. તે ઉત્કૃષ્ટ કોટિના વિદ્વાન અને કદાવર સ્ટેટ્સમેન હતા જેમણે દરેક રાજનૈતિક તબક્કે અને સમાજના બધાં તબક્કે વખાણ મેળવ્યા."

પીએમ મોદીએ બીજા એક ટ્વીટમાં લખ્યું છે કે રાષ્ટ્રપતિ પદ પર પ્રણવ મુખર્જીએ રાષ્ટ્રપતિ ભવનને સામાન્ય લોકો માટે વધું પહોંચ ધરાવનાર બનાવ્યું. અન્ય એક ટ્વીટમાં મોદીએ લખ્યું છે કે 2014માં પોતાને પ્રણવ મુખર્જી પાસેથી મળેલા માર્ગદર્શન અને સહયોગને યાદ કર્યો છે. તેમણે લખ્યું કે 2014માં દિલ્હીમાં તે નવા હતા પણ પહેલા દિવસે જ તેમને પ્રણવ મુખર્જીનું માર્ગદર્શન, સમર્થન અને આશીર્વાદ મળ્યું.

ગૃહમંત્રી અમિત શાહે પણ પ્રણવ મુખર્જીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તેઓ ખૂબ જ અનુભવી નેતા હતા, જેમણે સંપૂર્ણ સમર્પણ ભાવથી દેશની સેવા કરી. શાહે કહ્યું કે પ્રણવ મુખર્જીના નિધન થકી ભારતીય રાજકારણમાં એક મોટી ખાલીપો પેદા થયો છે.

પૂર્વ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ પ્રણવ મુખર્જીના નિધન પર લખ્યું છે કે, "ખૂબ જ દુઃખ સાથે દેશને આપણાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના દુર્ભાગ્યપૂર્ણ નિધનના સમાચાર મળ્યા છે. હું દેશ સાથે શ્રદ્ધાંજલિ આપું છું. શોકગ્રસ્ત પરિવાર અને મિત્રોને મારી ઊંડી સંવેદનાઓ."

national news pranab mukherjee narendra modi rahul gandhi amit shah