ટપકેશ્વર મહાદેવ જળમગ્ન

24 August, 2026 11:10 AM IST  |  Madhya Pradesh | Gujarati Mid-day Correspondent

બારાબંકીમાં રોડ પર નાવડીઓ ચાલી, મધ્ય પ્રદેશમાં ૬ મહિના પહેલાં બનેલો રોડ વહી ગયો

ટપકેશ્વર મહાદેવ મંદિર લગભગ પાણીમાં ગરકાવ થઇ જવાની સ્થિતિમાં

ગઈ કાલે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. ઉત્તર પ્રદેશમાં નદીઓનું જળસ્તર વધતાં ૧૯ જિલ્લામાં પૂર જેવી સ્થિતિ બની હતી. મધ્ય પ્રદેશમાં ૧૦૪ કરોડ રૂપિયાના ખર્ચે હજી ૬ મહિના પહેલાં જ બનેલો રોડ વરસાદમાં વહી ગયો હતો.

દેહરાદૂનમાં શનિવારે રાતે ભારે વરસાદને કારણે તમસા નદી ગાંડીતૂર થઈ હતી. અહીં ટપકેશ્વર મહાદેવ મંદિર લગભગ જળમગ્ન થઈ ગયું હતું. આજે અને કાલે ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહારમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. 

national news india madhya pradesh uttar pradesh dehradun Weather Update