UP વિધાનસભામાં પહેલા દિવસે જ સમાજવાદી પાર્ટીની શરમજનક હરકત

16 May, 2017 06:16 AM IST  | 

UP વિધાનસભામાં પહેલા દિવસે જ સમાજવાદી પાર્ટીની શરમજનક હરકત






ઉત્તર પ્રદેશ વિધાનસભાની ગઈ કાલે લખનઉમાં યોજાયેલી પહેલી બેઠકમાં હાજરી આપવા માટે રાજ્યપાલ રામ નાઈક અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવો વિધાનભવન આવી પહોંચ્યા ત્યાં સુધી સર્વત્ર શાંતિ હતી, પણ રાજ્યપાલના ભાષણ વખતે સમાજવાદી પાર્ટીના વિધાનસભ્યોએ ખેડૂતોને મુદ્દે જોરદાર ધમાલ કરી હતી અને તેઓ મુખ્ય પ્રધાનની ડેસ્ક સુધી પહોંચી ગયા હતા. ત્યાર બાદ વિધાનસભામાં પેપર બૉલ્સ ફેંકવાનો ખેલ શરૂ થયો હતો. વિરોધ પક્ષના સભ્યો દ્વારા ફેંકવામાં આવતા પેપર બૉલ્સથી રાજ્યપાલને બચાવવા માટે માર્શલો તથા શાસક પક્ષના સભ્યોએ તેમના હાથમાંની ફાઇલોનો ઉપયોગ કરીને પેપર બૉલ્સને પાછા ધકેલ્યા હતા.