ઑમિક્રૉન દરદીઓને ખૂબ થકવે છે

01 December, 2021 12:52 PM IST  |  Johannesburg | Gujarati Mid-day Correspondent

ઑમિક્રૉન વિશે દુનિયાને સૌપ્રથમ ચેતવનારા સાઉથ આફ્રિકન મેડિકલ અસોસિએશનના ચૅરપર્સન ડૉ. એન્ગેલિક કોટઝી જણાવે છે કે આ વેરિઅન્ટનાં લક્ષણો અત્યંત હળવાં, પરંતુ અસામાન્ય છે. 

ઑમિક્રૉન દરદીઓને ખૂબ થકવે છે

કોરોનાના નવા વેરિઅન્ટ ઑમિક્રૉનને લઈને આખી દુનિયામાં ગભરાટ ફેલાયો છે. આવી સ્થિતિમાં ઑમિક્રૉન વિશે દુનિયાને સૌપ્રથમ ચેતવનારા સાઉથ આફ્રિકન મેડિકલ અસોસિએશનના ચૅરપર્સન ડૉ. એન્ગેલિક કોટઝી જણાવે છે કે આ વેરિઅન્ટનાં લક્ષણો અત્યંત હળવાં, પરંતુ અસામાન્ય છે. 
એન્ગેલિકે જણાવ્યું હતું કે ‘છેલ્લા ૧૦ દિવસમાં કોરોના પૉઝિટિવ આવનારા લગભગ ૩૦ ટકા દરદીઓમાં અસામાન્ય લક્ષણો જોવા મળ્યાં છે. અમે એમ નથી કહેતા કે આગળ જતાં ગંભીર બીમારી નહીં થાય, પરંતુ અત્યારે તો જેમણે રસીના ડોઝ લીધા નથી એવા દરદીઓમાં પણ હળવાં લક્ષણો છે. કોઈ પણ પેશન્ટે ટેસ્ટ કે સ્મૅલ ગુમાવવાની ફરિયાદ કરી નથી.’
સાઉથ આફ્રિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા બોલાવવામાં આવેલી પ્રેસ-કૉન્ફરન્સમાં જનરલ પ્રૅક્ટિશનર અનબેન પિલેએ જણાવ્યું હતું કે ‘અત્યારે દરદીઓમાં ડ્રાય કફ, તાવ, રાત્રે પરસેવો અને શરીરમાં ખૂબ જ દુખાવા જેવી સમસ્યા જોવા મળે છે. વૅક્સિનના ડોઝ લેનારા દરદીઓની સ્થિતિ​ સારી છે.’

ઑક્સિજન સેચ્યુરેશન લેવલ્સમાં ખૂબ જ ઘટાડાના કોઈ કેસ નથી. ઇન્ડિયામાં કોરોનાની બીજી લહેર દરમ્યાન દરદીઓમાં ઑક્સિજન સેચ્યુરેશન લેવલ્સમાં ખાસ્સો ઘટાડો એ મુખ્ય ચિંતાનું કારણ હતું. 

ઑમિક્રૉનના દરદીઓમાં આ મુખ્ય લક્ષણો જોવા મળ્યાં હતાં

 આ વેરિઅન્ટથી સંક્રમિત દરદીઓને ખૂબ જ થાક લાગે છે. વળી તમામ એજના દરદીઓમાં આ બાબત જોવા મળી છે. 
 દરદીઓમાં સ્નાયુઓમાં સહેજ દુખાવો થવો, ગળામાં દુખાવો થવો કે ખારાશ તેમ જ ડ્રાય કફની સમસ્યાઓ જોવા મળી છે. 
 માત્ર થોડાક દરદીઓને સહેજ તાવ હોવાનું નોંધાયું છે. 

national news