પેટ્રોલના ભાવ ઘટવાની શક્યતા

25 September, 2012 05:14 AM IST  | 

પેટ્રોલના ભાવ ઘટવાની શક્યતા


ઑઇલ કંપનીઓ દર પંદર દિવસે ઇન્ટરનૅશનલ માર્કે‍ટના આધારે પેટ્રોલના ભાવ નક્કી કરે છે. ૩૦ સપ્ટેમ્બરે થનારી એની બેઠકમાં ભાવમાં ઘટાડો કરવામાં આવે એવી શક્યતા છે. પેટ્રોલિયમ મંત્રાલયે જાહેર કર્યા અનુસાર ઇન્ટરનૅશનલ માર્કે‍ટમાં ૨૦ સપ્ટેમ્બરે એક બૅરલ ક્રૂડ ઑઇલનો ભાવ ૧૧૬ ડૉલર હતો એ હવે ૧૦૬.૭૪ ડૉલર થઈ ગયો છે. આ ઉપરાંત ડૉલર સામે રૂપિયો પણ મજબૂત થયો છે. અત્યારે એનું મૂલ્ય એક ડૉલર સામે ૫૩.૪૭ રૂપિયા છે એટલે પેટ્રોલના ભાવ ઘટાડવામાં આવે એવી શક્યતાઓ ઊભી થઈ છે.