કેરળ: ઘોડેસવારી કરીને પરીક્ષા આપવા સ્કૂલે જતી કેરળની કન્યા વાઇરલ

09 April, 2019 09:27 AM IST  |  કેરળ

કેરળ: ઘોડેસવારી કરીને પરીક્ષા આપવા સ્કૂલે જતી કેરળની કન્યા વાઇરલ

ઘોડે સવારીને કરીને સ્કૂલ જતી કેરળની કન્યા

કેરળના ત્રિશૂરમાં એક છોકરી સ્કૂલનું યુનિફૉર્મ પહેરીને અને પીઠ પર દફતર ભરાવીને ઘોડા પર સવાર થયેલી રસ્તા પર જોવા મળી હતી. ખાલી રસ્તા પર તે મસ્ત તબડક તબડક ઘોડો દોડાવી રહી હતી. આ ઘટનાનો વિડિયો રસ્તે જતા કેટલાક લોકોએ લઈને સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. કોઈકે કમેન્ટ લખી હતી કે પરીક્ષાના સમયે ઘોડા પર બેસીને સ્કૂલે જવાથી એક્ઝામનો સ્ટ્રેસ ઘટી જતો હશે એવું લાગે છે. ઉંમરમાં ઘણી નાની દેખાતી આ વિદ્યાર્થીનીનો કૉન્ફિડન્સ અને ઘોડેસવારીની કલા જોઈને સોશ્યલ મીડિયા પર તેની હિંમત માટે વખાણનો વરસાદ થઈ રહ્યો છે.

kerala national news