બકરીને બચાવવા આ ભાઈ બોરવેલમાં ઘૂસ્યા અને પછી થયું કંઈક આવું...

30 June, 2020 07:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બકરીને બચાવવા આ ભાઈ બોરવેલમાં ઘૂસ્યા અને પછી થયું કંઈક આવું...

બકરીને બચાવવા આ ભાઈ બોરવેલમાં ઘૂસ્યા

બોરવેલનું કાણું આમેય બહુ નાનું હોય છે અને એમાં જો કોઈ બાળક કે બકરી પડી જાય તો તેને કાઢવાનું કામ જબરી જહેમત માગી લે છે. જોકે તાજેતરમાં એક માણસે પોતાની બકરીને કાઢવા માટે જે દેશી જુગાડ વાપર્યો અને એમાં તેણે જાતે જીવનું જોખમ વહોરી લીધું હતું એનો વિડિયો વાઇરલ થયો છે. વિડિયોમાં સફેદ શર્ટ પહેરીને ઊભેલો એક માણસ ખાડાની અંદર જોઈને તેના મિત્રો સાથે કંઈક પ્લાનિંગ કરી રહ્યો છે. કદાચ તે બકરીને કાઢવાના પ્રયાસનું પ્લાનિંગ કરતો હોય એવું જણાય છે. થોડી જ ક્ષણમાં તે માથાભેર એ બોરવેલના ખાડામાં ઘૂસવાની કોશિશ કરે છે અને બીજા ત્રણ મિત્રો તેને પગથી ઝાલીને બોરવેલની અંદર ઉતારે છે. છેક અંદર સુધી ઊતર્યા પછી તેના મિત્રો અંદર ગયેલા માણસને પગથી બહાર ખેંચી લે છે. જ્યારે બહાર આવે છે ત્યારે પેલા યુવક સાથે તે કાનથી પકડીને બકરીને પણ ઉપર ખેંચી લાવ્યો હોય છે.

આ સ્ટન્ટમાં બકરીનો જીવ તો બચી જાય છે, પણ જો એ સ્ટન્ટમાં સહેજ પણ ગરબડ થાત તો તેને બચાવવા જનાર યુવકના જીવ પર પણ જબરું જોખમ હતું એ જોઈ શકાય છે. આ વિડિયો ટ્વિટર પર શૅર કરીને કૅપ્શનમાં લખ્યું છે, ‘બકરીને દેશી સ્ટાઇલમાં રેસ્ક્યુ કરનાર પૂરી ટીમને અભિનંદન.’

offbeat videos hatke news national news