ટ્રેનના એન્જિન પર ગાંધીબાપુ

27 September, 2019 09:26 AM IST  | 

ટ્રેનના એન્જિન પર ગાંધીબાપુ

એન્જિન

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી આવી રહી છે ત્યારે એની જોરદાર તૈયારીઓ ઠેરઠેર થઈ રહી છે. ઇન્ડિયન રેલવેએ આ વખતે ગાંધીજયં‌તીની ઊજવણી માટે અનોખી રીત પસંદ કરી છે. સેન્ટ્રલ રેલવે ઝોનમાં ડીઝલ લોકોમોટિવ પર ગાંધીજીનું પેઇન્ટિંગ કરવાનું કામ છેલ્લા બે મહિનાથી ચાલે છે. પેઇન્ટરો ગાંધીજીના ફોટોગ્રાફને ત્રિરંગામાં દોરી રહ્યા છે. મુંબઈ-પુણે અને મુંબઈ-કોકણના ૧૫ એન્જિનો ઑલરેડી રંગાઈ ગયા છે અને હજી બીજાં ૭ એન્જિન રંગાશે. આ કાર્ય પેઇન્ટર ચિંતન ડોન્ડેની ટીમ દ્વારા થઈ રહ્યું છે.

mahatma gandhi national news