આંખના સામે છે તો પણ તમે શોધી નહીં શકો આ તસવીરમાં છૂપાયેલી ગરોળીને

07 July, 2020 05:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આંખના સામે છે તો પણ તમે શોધી નહીં શકો આ તસવીરમાં છૂપાયેલી ગરોળીને

શોધો આ તસવીરમાં છૂપાયેલી ગરોળીને

સોશિયલ મીડિયા પર વાઈલ્ડ લાઈફ ફોટોઝ અને વીડિયોઝ ઘણા વાઈરલ થતા જોવા મળી રહ્યા છે અને એ લોકોને પસંદ પણ આવે છે. હાલ કોરોના વાઈરસે આખા વિશ્વમાં આતંક ફેલાવી રાખ્યો છે અને એનાથી બચવા સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે. કોરોના વાઈરસના લીધે લોકોનો હાલ બેહાલ થઈ ગયો છે અને આવો જ હાલ પ્રાણીઓનો પણ જોવા મળી રહ્યો છે. રસ્તો સૂમસામ હોવાથી તેઓ પણ રસ્તા પર ભૂખ્યા અને તરસ્યા ભટકી રહ્યા છે અને ખાવા માટે શિકારની શોધમાં નીકળી પડ્યા છે.

હાલ સોશિયલ મીડિયા પર એક તસવીર વાઈરલ થઈ રહી છે, જે જોઈને તમે કન્ફ્યૂઝ થઈ જશો. તમને કઈ દેખાઈ રહ્યું છે આ તસવીરમાં? ધ્યાનથી જુઓ. હકીકતમાં આ લાકડીઓના વચ્ચે એક ગરોળી છૂપાયેલી છે. શું તમને દેખાઈ રહી છે અને જો તમે ધ્યાનથી જોશો તો તમને દેખાઈ જશે.

આ તસવીરને એક ટ્વિટર યૂઝરે શૅર કરી છે. સાથે કેપ્શનમાં લખ્યું છે કે, 'ગરોળી, જેમ કે આ લેઝર્ડની જેમ કોઈપણ વાતાવરણમાં ઓગળી શકે છે! પરંતુ હજી પણ શિકારીઓ તેમને જુએ છે. તે મહત્વનું છે કે ગરોળી પાસે તેમના રહેવાસી વિસ્તારમાં તિરાડો અને ઝાડ છે જેથી તે તેમાં અદૃશ્ય થઈ શકે. શું તમે આ ગરોળીને જોઈ શકો છો?

ઘણા લોકોએ આ ગરોળીને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઘણા લોકોને સરળતાથી દેખાઈ છે અને કેટલાક લોકોને મુશ્કેલી થઈ રહી છે. આ તસવીરને 1.4 હજાર લાઈક્સ અને 773 લોકો રી-ટ્વિટ કરી રહ્યા છે.

national news wildlife