જુઓ દીપડા અને દેડકા સાથેની લડાઈમાં કોણે મારી બાજી, વીડિયો વાઈરલ

25 May, 2020 08:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જુઓ દીપડા અને દેડકા સાથેની લડાઈમાં કોણે મારી બાજી, વીડિયો વાઈરલ

દીપડા અને દેડકા વચ્ચે થઈ લડાઈ

સોશિયલ મીડિયા પર વાઈલ્ડલાઈફ વીડિયોઝ ઘણા પસંદ કરવામાં આવે છે. હાલ કોરોના વાઈરસે આખા વિશ્વમાં આતંક ફેલાવી રાખ્યો છે અને એનાથી બચવા સરકારે લૉકડાઉનની જાહેરાત કરી છે. કોરોના વાઈરસના લીધે લોકોનો હાલ બેહાલ થઈ ગયો છે અને લોકો પોતાના ઘરમાં બંધ છે. સૌથી હાલ ખરાબ મજૂરોનો છે, પોતાના ઘરે પહોંચવા મુંબઈથી બિહાર સુધી પગપાળા યાત્રા કરી રહ્યા છે. તે લોકોનો ખાવા-પીવાની પણ કઈ સગવડ નથી. આવો જ હાલ પ્રાણીઓનો પણ જોવા મળી રહ્યો છે. રસ્તો સૂમસામ હોવાથી તેઓ પણ રસ્તા પર ભૂખ્યા અને તરસ્યા ભટકી રહ્યા છે.

જંગલમાં શિકારના વીડિયો સોશિયલ મીડિયા પર હંમેશા વાયરલ થતા જોવા મળે છે. કહેવાય છે કે દીપડો જ્યારે શિકાર માટે હુમલો કરે છે, ત્યારે મોટાથી મોટા જાનવર પણ પોતાનો જીવ બચાવીને ભાગી જાય છે. પરંતુ હાલ એવું થયું કે, લોકો જોઈને હેરાન થઈ ગયા છે. જંગલમાં દીપડા અને દેડકા વચ્ચે જંગ જોવા મળી. તો તમને શું લાગે છે દીપડાએ દેડકાનો શિકાર સરળતાથી કરી લીધો હશે?. પરંતુ એવું કાંઈ થયું નથી. દેડકાએ હિમ્મત દેખાડી અને દીપડાથી પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો. આ બન્નેના ફાઈટનો વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે. ટ્વિટર પર આ વીડિયોને ઈન્ડિયન ફૉરેસ્ટ સર્વિસના ઑફિસર સુશાંત નંદાએ પોસ્ટ કર્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે જંગલમાં દેડકો એક ઝાડની નીચે બેઠો હોય છે. ત્યારે દીપડો એની પાસે આવે છે અને એના પર પગથી મારવા લાગે છે. ત્યારે દેડકો તે જ સમયે પોતાનું મોઢું ખોલી દે છે. તો પણ દીપડો પાછળ જતો નથી, પછી દેડકાએ હવામાં ઉછળીને એને મારવાનો પ્રયત્ન કરે છે. પછી દીપડો પાછળ થઈ જાય છે અને બીજી તરફ નીકળી જાય છે. 18 સેકન્ડનો આ વીડિયો ઘણો વાઈરલ થઈ રહ્યો છે.

સુશાંત નંદાએ આ વીડિયો શૅર કરતા લખ્યું છે, સમય બદલાય રહ્યો છે. એક દેડકા અને દીપડા વચ્ચે અવિશ્વસનીય લડાઈ. જોઈએ કોણ જીતે છે. આ વીડિયો એમણે 21 મેએ પોસ્ટ કર્યો હતો. આ વીડિયોને અત્યાર સુધી 13 હજારથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ 1000થી વધારે લાઈક્સ અને 200 લોકો રિ-ટ્વિટ્સ કરી ચૂક્યા છે. ટ્વિટર પર લોકો આ વીડિયો પર જાત-જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

national news wildlife