પતિને જેલમાંથી છોડાવવા પત્નીએ પાંચ હજારમાં દીકરાને વેચી દીધો

26 September, 2012 05:02 AM IST  | 

પતિને જેલમાંથી છોડાવવા પત્નીએ પાંચ હજારમાં દીકરાને વેચી દીધો


પોલીસે કહ્યું હતું કે વીસ વર્ષની રાખી પાત્રાએ કટક જિલ્લાના જગદીશપુર ગામમાં પોતાના દીકરાને પાંચ હજાર રૂપિયામાં વેચી દીધો હતો. આ વાતની ખબર પડતાં રાખીની સાસુએ પોલીસને જાણ કરી હતી. રાખીનો પતિ મનોજ ચોરીના આરોપસર જેલમાં છે. એ પછી પોલીસે કડક પૂછપરછ કરતાં રાખીએ અજાણી વ્યક્તિને દીકરો વેચી દીધો હોવાનું સ્વીકાર્યું હતું. તેણે એમ પણ ક?ાું હતું કે પતિને છોડાવવા માટે પૈસાની જરૂર હોવાથી તેણે આમ કર્યું હતું. રાખી અને તેનો પતિ મનોજ બન્ને મજૂરી કરે છે.