ઓડિશાની આશા વર્કર ફૉર્બ્સ ઇન્ડિયાના ડબ્લ્યુ-પાવર લિસ્ટમાં સામેલ

28 November, 2021 10:11 AM IST  |  Bhuvneshwar | Agency

આશા વર્કર માટિલ્દા સુંદરગઢ જિલ્લાના ગરગડબહલ ગામમાં છેલ્લાં ૧૫ વર્ષથી કામ કરી રહી છે. તે લોકો સુધી આરોગ્ય સુવિધા પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે.

ઓડિશાની આશા વર્કર ફૉર્બ્સ ઇન્ડિયાના ડબ્લ્યુ-પાવર લિસ્ટમાં સામેલ

ઓડિશાના સુંદરગઢ જિલ્લાની માટિલ્દા કુલ્લુએ ઍક્ટર્સ સાન્યા મલ્હોત્રા અને રસિકા દુગ્ગલ તેમ જ અન્ય કેટલીક સફળ મહિલાઓની સાથે ફૉર્બ્સ ઇન્ડિયા ડબ્લ્યુ-પાવર ૨૦૨૧ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે. 
આશા વર્કર માટિલ્દા સુંદરગઢ જિલ્લાના ગરગડબહલ ગામમાં છેલ્લાં ૧૫ વર્ષથી કામ કરી રહી છે. તે લોકો સુધી આરોગ્ય સુવિધા પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે.   
માટિલ્દા સવારે પાંચ વાગ્યે જાગીને સૌથી પહેલાં ઘરનું કામકાજ કમ્પ્લીટ કરીને ઘરે-ઘરે જવા માટે સાઇકલ પર નીકળી પડે છે. તેના માટે આ કામગીરી સરળ નથી, કેમ કે તેણે અંધશ્રદ્ધા, જાતિવાદ અને અસ્પૃશ્યતા જેવા અનેક પડકારોનો સામનો કરવો પડે છે. 
કોરોનાની શરૂઆતથી તેમની કામગીરી ખૂબ જ વધી ગઈ છે. તે મહિને ૪૫૦૦ રૂપિયાના વેતનથી આ ગામની લગભગ ૯૬૪ વ્યક્તિઓના આરોગ્યની એકલા હાથે કાળજી રાખે છે. તે ઘરે-ઘરે જઈને દવાઓ પહોંચાડે છે અને સગર્ભાઓને ડિલિવરીમાં પણ મદદ કરે છે. 

national news