ઓડિશા સરકારોએ ખેડૂતો માટે અબજો રૂપિયાની કલ્યાણ યોજનાઓ જાહેર

25 December, 2018 04:17 PM IST  | 

ઓડિશા સરકારોએ ખેડૂતો માટે અબજો રૂપિયાની કલ્યાણ યોજનાઓ જાહેર

પ્રતીકાત્મક તસવીર

ગઈ કાલે ઓડિશાના મુખ્ય પ્રધાન બિજુ પટનાયકે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાની અને ઝારખંડના મુખ્ય પ્રધાન રઘુબરદાસે ૨૨૫૦ કરોડ રૂપિયાની ખેડૂતો માટેની વિકાસયોજનાઓ જાહેર કરી હતી.

ઝારખંડની વિકાસયોજનામાં ૨૨.૭૬ લાખ ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. મધ્યમ અને સીમાંત ખેડૂતોને દરેકને એકરદીઠ ૫૦૦૦ રૂપિયા ચૂકવવામાં આવશે. ઓડિશા સરકારની યોજનામાં દેવામાફી જેવી જોગવાઈઓ નથી, પરંતુ આર્થિક સહાયની જોગવાઈ છે. એમાં ખરીફ અને રવિ પાકની વાવણી માટે કુટુંબદીઠ પાંચ-પાંચ હજાર રૂપિયા એટલે કે વર્ષમાં કુલ ૧૦,૦૦૦ રૂપિયાની સહાય કરવામાં આવશે.

national news odisha jharkhand