મોદી સરકારે મંજૂર કરેલા એનપીઆર યુપીએ સરકારથી તદ્દન અલગ : ચિદમ્બરમ

27 December, 2019 04:16 PM IST  |  New Delhi

મોદી સરકારે મંજૂર કરેલા એનપીઆર યુપીએ સરકારથી તદ્દન અલગ : ચિદમ્બરમ

ચિદમ્બરમ

(જી.એન.એસ.) કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે એનપીઆરને લઈને કેન્દ્રની મોદી સરકાર પર ઘાતક એજન્ડા પર કામ કરવાનો આરોપ મૂક્યો છે. આ સાથે જ ચિદમ્બરમે દાવો કર્યો છે કે હાલનો એનપીએ યુપીએની સરકારના સમયવાળા એનપીઆર કરતાં તદ્દન વિપરીત છે. ભૂતપૂર્વ ગૃહમંત્રીએ જણાવ્યું કે જો સરકારની નિયત સાફ છે તો એ ૨૦૧૦ના એનપીઆરનું સમર્થન કરે અને સ્પષ્ટતા કરે કે તેઓ એનઆરસી સાથે જોડવાનો ઇરાદો નથી ધરાવતી.

ચિદમ્બરમે ટ્વીટ કરીને જણાવ્યું કે મને આનંદ છે કે બીજેપીએ ૨૦૧૦માં શરૂ થયેલા એનપીઆરની એક વિડિયો-ક્લિપ શૅર કરી. મહેરબાની કરીને સાંભળો. અમે દેશના સામાન્ય નાગરિકોની વાત કરી રહ્યા છીએ, નાગરિકતા પર નહીં.

ચિદમ્બરમે દાવો કર્યો કે બીજેપીની આગેવાનીવાળી સરકારનો એજન્ડા ઘાતક છે આથી તેમણે જે એનપીઆરને મંજૂરી આપી છે એ ખતરનાક છે અને ૨૦૧૦ના એનપીઆર કરતાં અલગ છે. જો બીજેપીનો ઇરાદો સ્પષ્ટ છે તો સરકાર કોઈ પણ શરત વિના કહે કે એ ૨૦૧૦ના એનપીઆર ફૉર્મ અને એની રૂપરેખાનું સમર્થન કરે છે અને એને એનઆરસી સાથે જોડવાનો તેમનો કોઈ ઇરાદો જ નથી.

national news p chidambaram