સામાન્ય લોકોને રેલવે સાથે જોડાયેલી જરૂર સૂચના, લાગૂ પડશે આ નવો નિયમ

24 July, 2020 11:13 AM IST  |  Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

સામાન્ય લોકોને રેલવે સાથે જોડાયેલી જરૂર સૂચના, લાગૂ પડશે આ નવો નિયમ

ક્યૂઆર કોડ (પ્રતીકાત્મક તસવીર)

ભારતીય રેલવે (Indian Railway)ક્યૂઆર કોડ(QR Code)વાળી સંપર્ક રહિત ટિકિટ આપવાની યોજના બનાવે છે જે સ્ટેશન અને ટ્રેનો પર મોબાઇલ ફોન દ્વારા સ્કેન કરી શકાશે. રેલ્વે બૉર્ડના અધ્યક્ષ વી કે યાદવે કહ્યું કે વર્તમાનમાં ટ્રેનની 85 ટકા ટિકિટ ઑનલાઇન બુક થાય છે અને કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનારા માટે પણ ક્યૂઆર કોડની વ્યવસ્થા કરવામાં આવશે.

કોરોનાવાયરસ(Coronavirus) મહામારીથી બચવા માટે ભારતીય રેલવે(Indian Railways) સુરક્ષા માટે તમામ નવા ઉપાયો અપનાવે છે. એવામાં લોકો વચ્ચે સંપર્ક ઘટટાડવા માટે ટિકિટ કાઉન્ટર અને ટ્રેનની અંદર એક નિયમ લાગૂ થવાનો છે. ભારતીય રેલવેએ બધી ટ્રેનોમાં ક્યૂઆર કોડ સિસ્ટમ લાગૂ પાડવાનો નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં જ તમારે રેલમાં પ્રવાસ કરવા માટે ટિકિટ નહીં પણ ક્યૂઆર કોડની જરૂર પડશે.

મોબાઇલ ફોનમાં રાખવાનો રહેશે ક્યૂઆર કોડ
ઍરપોર્ટની જેમ રેલવે પણ ક્યૂઆર કોડવાળી સંપર્ક રહિત ટિકિટ આપવાની યોજના બનાવે છે. જેને સ્ટેશન અને ટ્રેનો પર મોબાઇલ ફોનથી સ્કેન કરી શકાશે. રેલવે બૉર્ડના અધ્યક્ષ વી કે યાદવે જણાવ્યું કે વર્તમાન સમયમાં ટ્રેનોની 85 ટકા ટિકિટ ઑનલાઇન બુક થઈ રહી છે અને કાઉન્ટર પરથી ખરીદનારા માટે પણ ક્યૂઆર કોડની વ્યવસ્થા કરવામાં આવશે.

આ રીતે મળશે ક્યૂઆર કોડ
યાદવે કહ્યું કે, "અમે ક્યૂઆર કોડ પ્રણાલીની શરૂઆત કરી છે જે ટિકિટ પર આપવામાં આવશે. ઑનલાઇન ખરીદીકર્તાઓને ટિકિટ પર ક્યૂઆર કોડ આપવામાં આવશે. વિન્ડો ટિકિટ પર પણ જ્યારે કોઇને કાગળવાળી ટિકિટ આપવામાં આવશે ત્યારે તેમના મોબાઇલ(Smart Phone) પર એક સંદેશ મોકલવામાં આવશે જેમાં ક્યૂઆર કોડની લિન્ક હશે. લિન્ક ખોલવા પર કોડ દેખાશે." આગળ તેમણે જણાવ્યું કે, "આના પછી સ્ટેશન કે ટ્રેન પર ટીટીઇ(TTE) પાસે ફોન કે અન્ય ઉપકરણ હશે જેનાથી પ્રવાસીએ ટિકિટનો ક્યૂઆર કોડ સ્કૅન કરવામાં આવશે. આ રીતે ટિકિટ તપાસવાની પ્રક્રિયા સંપૂર્ણપણે સંપર્ક રહિત હશે. " યાદવે કહ્યું કે હજી આ સંપૂર્ણપણે પેપરલેસ હોવાની રેલવેની યોજના નથી પણ આરક્ષિત, અનારક્ષિત અને પ્લેટફૉર્મ ટિકિટની ઑનલાઇન બુકિંગ શરૂ કરી કાગળના ઉપયોગને મોટાભાગે ઘટાડી શકાશે.

national news indian railways mumbai trains