Special Marriages Actમાં હવે તરત થશે લગ્ન,નોટિસ બૉર્ડ પર નહિ લાગે તસવીર

13 January, 2021 07:07 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Special Marriages Actમાં હવે તરત થશે લગ્ન,નોટિસ બૉર્ડ પર નહિ લાગે તસવીર

પ્રતીકાત્મક તસવીર

સ્પેશિયલ મેરિજિસ એક્ટમાં હવે તરત લગ્ન થઈ શકશે. હવે લગ્ન માટે એક મહિનાની રાહ નહીં જોવી પડે. અલાહાબાદ હાઇ કૉર્ટે પોતાના એક નિર્ણયમાં એક મહિના સુધી લગ્ન કરનારાની તસવીર નોટિસ બૉર્ડ પર લગાડવાનો નિયમ ખતમ કરી દીધો છે. કૉર્ટે આ આગેશ એક હેબિસ કાર્પ્સ એક્ટ (Habeas Corpus Act) હેઠળ સુનાવણી કરતા આપ્યો. આ મામલે સફિયા સુલ્તાના નામની એક મુસ્લિમ છોકરીએ હિન્દૂ બનીને પોતાના મિત્ર અભિષેક સાથે લગ્ન કરી લીધા હતા, પણ સફિયાના પિતા તેના પતિ સાથે તેને જતા અટકાવતા હતા.

આ મામલાનો ઉકેલ લાવ્યા પછી કૉર્ટે સફિયા અને અભિષેક પાસેથી જાણ્યું કે તેમણે સ્પેશિયલ મેરિજિસ એક્ટમાં લગ્ન કેમ ન કરી લીધા જેમાં નામ કે ધર્મ બદલવાની જરૂર નથી હોતી. આ અંગે તેમણે જણાવ્યું કે સ્પેશિયલ મેરિજિસ એક્ટમાં લગ્ન માટે અરજી આપતા એક મહિના સુધી છોકરા અને છોકરીની તસવીર એક નોટિસ સાથે મેરેજ ઑફિસરની ઑફિસના નૉટિસ બૉર્ડ પર લગાડવામાં આવે છે. નોટિસમાં છોકરા અને છોકરીનું સંપૂર્ણ એડ્ર્સે હોય છે જેનો પ્રચાર કરવામાં આવે છે અને એ લખેલું હોય છે કે જો આમના લગ્નથી કોઇને પણ વાંધો હોય તો તે એક મહિનામાં મેરેજ ઑફિસરનો સંપર્ક કરે.

તેમણે કહ્યું કે આ બે રીતે તેમની માટે યોગ્ય નહોતું, એક તો તેમની પ્રાઇવસીના અધિકારનું ખંડન છે, અને બીજું આમ કરવાથી પરિવારવાળા અને બીજા લોકો જે આંતર્ધાર્મિક લગ્નના વિરોધી છે, તે આમાં વચ્ચે આવે છે.

આ મુદ્દે કૉર્ટે આદેશ આપ્યો કે સ્પેશિયલ મેરિજિસ એક્ટમાં લગ્ન કરનારાની તસવીર અને નૉટિસ ત્યારે જ લગાડવામાં આવે જ્યારે તે પોતે એવું ઇચ્છકા હોય. અન્યથા લગ્ન માટે તેમની અરજી આપતા જ તેમને લગ્નનું સર્ટિફિકેટ આપી દેવામાં આવે. કૉર્ટે કહ્યું કે આ રીતે નોટિસ બૉર્ડ પર લગ્ન કરનારાની તસવીર અને એડ્રેસનો પ્રચાર કરવો તેમના ગોપનિયતાના અધિકારનું ખંડન છે.

national news