ટીસીની જગ્યાએ હવે રેલવે પોલીસ કરશે ટિકિટ ચેકિંગ

11 June, 2020 09:27 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ટીસીની જગ્યાએ હવે રેલવે પોલીસ કરશે ટિકિટ ચેકિંગ

પ્રતીકાત્મક તસવીર

ભારતીય રેલવે પોતાને આધુનિક બનાવવાની તૈયારીઓમાં વ્યસ્ત છે. જેમાં અનેક ફેરફાર તમને જોવા મળશે. આવામાં જો ટ્રેનની અંદર ટીટીની જગ્યાએ કોઈ રેલવે પોલીસનો જવાન તમારી ટિકિટ ચેક કરે તો ચોંકવાની જરૂર નથી. બહુ જલદી ભારતીય રેલવે આવા અનેક ફેરફાર કરી શકે છે.

આ અંગે એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે રેલવે પોતાના કર્મચારીઓને મલ્ટિ ટાસ્કિંગ બનાવવાની યોજના ઘડે છે. અનેક સૂચનો આવ્યાં છે. જેમાં કહેવાયું છે કે ટ્રેનની અંદર રેલવે સુરક્ષા દળ કર્મી કે ટ્રેનના ટેક્નિશિયન ટિકિટ ચેક કરવાનું પણ કામ કરી શકે છે. આ પ્રકારે વિભિન્ન ઝોનમાંથી સૂચનો મળ્યાં છે કે સ્ટેશન માસ્ટર પોતાના હાલના કામ ઉપરાંત સિગ્નલ મેન્ટેઈનરનું કામ પણ સંભાળી લે.

national news indian railways